‘બેઠકમાં વિનેશ ફોગાટ પર શું ચર્ચા થઇ? ટી.એસ. સિંહ દેવ બોલ્યા- ‘તેમના નામ પર..’

PC: hindustantimes.com

હરિયાણા વિધાનસભાની ચૂંટણી 2024ને લઇને દિલ્હીમાં કોંગ્રેસની CECની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકની આગેવાની કોંગ્રેસના નેતા ટી.એસ. સિંહદેવે કરી હતી અને તેમાં હરિયાણા વિધાનસભા સીટને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પૂરી થયા બાદ જ્યારે ટી.એસ. સિંહ દેવને વિનેશ ફોગાટ બાબતે પૂછવામાં આવ્યું તો, તેમણે વધુ કંઇ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે કુશ્તીમાંથી સંન્યાસ લેનાર વિનેશ ફોગાટ કદાચ ચૂંટણી લડી શકે છે, પરંતુ તેને લઇને તસવીર સ્પષ્ટ નથી.

તો બીજી તરફ ટી.એસ. સિંહદેવને પૂછવામાં આવ્યું કે આ બેઠકમાં વિનેશ ફોગાટ પર શું ચર્ચા થઇ? તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આ બાબતે વિનેશજી બતાવશે કે તે ચૂંટણી લડવા માગે છે કે નહીં. તો જ્યારે ફરીથી પૂછવામાં આવ્યું કે શું આ બેઠક દરમિયાન વિનેશ ફોગાટના નામ પર કોઇ ચર્ચા થઇ? તેના જવાબમાં ટી.એસ. સિંહ દેવે સ્પષ્ટ કહ્યું કે વિનેશ ફોગાટના નામ પર કોઇ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઇ ચૂકી છે અને તે 5 ઓક્ટોબરે થશે.

તમને જણાવી દઇએ કે, વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા 53 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તી સ્પર્ધાની ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ ફાઇનલ મેચની સવારે તેનું વજન 100 ગ્રામ વધુ જોવા મળ્યું હતું, ત્યારબાદ તેને પ્રતિયોગિતા બહાર કરી દેવામાં આવી હતી. વિનેશ ફોગાટની આ ત્રીજી ઓલિમ્પિક હતી અને તેમાં તે મેડલની ખૂબ નજીક હતી, પરંતુ નસીબે તેને દગો આપી દીધો અને તે મેડલ મેળવતા ચૂંકી ગઇ. વિનેશ ફોગાટે આ અગાઉ 2 વખત ઓલિમ્પિકમાં હિસ્સો લીધો હતો, પરંતુ મેડલ જીતી શકી નહોતી. પેરિસમાં મેડલ ન જીતી શકવાથી નિરાશ વિનેશ ફોગાટે કુશ્તીમાંથી સંન્યાસ લઇ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp