
EDએ હવે કોંગ્રેસના નેતાઓ પર પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે વહેલી સવારે EDએ કોંગ્રેસના અડધો ડઝન નેતાઓ પર દરોડા પાડ્યા છે. જે નેતાઓ વિરુદ્ધ આ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં રામ ગોપાલ અગ્રવાલ, ગિરીશ દેવાંગન, આરપી સિંહ, વિનોદ તિવારી, સની અગ્રવાલ અને અન્ય ઘણા લોકોના નામ છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 24 ફેબ્રુઆરીથી રાયપુરમાં થઈ રહ્યું છે. આવા સમયે કોંગ્રેસના નેતાઓ સામે EDના દરોડાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
EDએ કોંગ્રેસના અનેક નેતાઓ પર સકંજો કસ્યો છે અને ગત રાતથી રેકી કર્યા બાદ સવારે EDએ દરોડા પાડ્યા. જે નેતાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે તે શ્રીરામ નગર, ડીડી નગર, ગીતાંજલિ નગર, મોવા, ભિલાઈમાં રહે છે.
छत्तीसगढ़ में होने वाले कांग्रेस अधिवेशन के 3 दिन पहले छत्तीसगढ़ कांग्रेस के कोषाध्यक्ष रामगोपाल अग्रवाल, विधायक देवेंद्र यादव समेत कई कांग्रेसी नेताओं घर पर ईडी का छापा….#Chhattisgarh #ED #RAID #Congress #bhupeshbaghel #BJP pic.twitter.com/xUvXSp9KRc
— Tanmay (@SakalleyTanmay) February 20, 2023
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે છત્તીસગઢમાં મોટા નેતાઓ એકત્ર થઈ રહ્યા છે. અધિવેશન 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને આ પહેલા સોમવારે વહેલી સવારે EDની ટીમોએ લગભગ અડધો ડઝન નેતાઓના ઘરો પર દરોડા પાડ્યાના સમાચાર છે. અહીં જે નેતાઓને ત્યાં દરોડા પડ્યાની માહિતી મળી છે, તેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી રામ ગોપાલ અગ્રવાલ, શ્રમ કલ્યાણ બોર્ડના પ્રમુખ સુશીલ સન્ની અગ્રવાલ, ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ, પ્રવક્તા આરપી સિંહ, વિનોદ તિવારી વગેરેનો સમાવેશ થાય છે.
We are unfazed by the unleashing of the ED on our party in Chhattisgarh. Here is HAHK ( Hum Adanike Hain Kaun)-15, another set of three questions of the PM directly.
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 20, 2023
Chuppi Todiye Pradhan Mantriji! pic.twitter.com/leRymso1It
હાલમાં આ મામલે વધુ માહિતી સામે આવી નથી. કોંગ્રેસના મીડિયા વિભાગ તરફથી પણ આ દરોડા અંગે કોઈ વાત કહેવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp