ભાજપને 2023-24મા 2244 કરોડ ડોનેશન મળ્યું, બીજા નંબરે કોંગ્રેસ નહીં આ પાર્ટી છે
ફેબ્રઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ યોજના રદ કરી દીધી હતી એ પછી રાજકીય પાર્ટીઓ પાસે દાનની રકમ મેળવવા માટે 2 જ વિકલ્પ બચ્યા છે. એક સીધા કોઇની પાસે દાન મેળવી શકે અથવા ઇલેક્ટોરલ ટ્રસ્ટના માધ્યમથી દાન મળી શકે. ભારતના ચૂંટણી પંચે કઇ રાજકીય પાર્ટીને કેટલી રકમ દાનમાં મળી તેની વિગત જાહેર કરી છે.
વર્ષ 2023-24માં કુલ 20000 કરોડ રૂપિયાનું દાન રાજકીય પાર્ટીઓને મળ્યું છે, જેમાંથી ભાજપને સૌથી વધારે 2244 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આશ્ચર્યજનક રીતે તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પાર્ટી BRSને બીજા નંબરે 580 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે જ્યારે કોંગ્રેસને 289 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
દેશના સૌથી ધનવાન ટ્રસ્ટ ગણાતા પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપ એકલાને 723 કરોડનું દાન આપ્યું છે . આ ટ્રસ્ટમાં મેઘા એન્જિનીયરીંગ, આર્સેલર મિત્તલ, ભારતી એરટેલ,સીરમ ઇન્સ્ટીટયૂટ, ફીલીપ્સ કાર્બન જેવી કંપનીઓએ દાન કરેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp