અનેક રાષ્ટ્રોના વડાઓ નરેન્દ્રભાઇ શું બોલે છે એના પર મીટ માંડીને બેઠા હોય છે: CM

PC: khabarchhe.com

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યની 21 નગરપાલિકાઓમાં રૂ. 22.65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરર્સ (જન સુવિધા કેન્દ્ર) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના નાનામાં નાના માનવી, નગરો-ગામોમાં વસતા લોકોને ઇઝ ઓફ લિવિંગ આપવા કરેલા સંકલ્પને સાકાર કર્યો છે.  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકારે સુશાસનના 9 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષોમાં ગરીબ અને વંચિત લોકોના ઘર આંગણા સુધી યોજનાઓ પહોંચાડી છે. વડાપ્રધાનએ વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે તેમાં પણ નાના માનવી, ગરીબ વર્ગોની સતત ખેવના કરી છે.

CMએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાને વિકાસની રાજનીતિ કેવી હોય અને સમય સાથે કદમ મિલાવતી ટેક્નોલોજીનો ઉપયોગ જનહિતમાં કેવી રીતે થઇ શકે તે દુનિયાને બતાવ્યું છે. વિશ્વના વિકસીત દેશો પણ આ વિકાસની રાજનીતિ માટે પ્રેરિત થયા છે.  નરેન્દ્ર મોદીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તો  ‘મોદી ઇઝ ધ બોસ’ કહે છે તો અનેક રાષ્ટ્રોના વડાઓ  નરેન્દ્ર મોદી શું બોલે છે એના પર મીટ માંડીને બેઠા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત બીજીવાર યુ.એસ. કોંગ્રેસની સેનેટની બેઠકને સંબોધન કરવાનું નિમંત્રણ મળ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

તેમણે કહ્યું કે, આજના ફાસ્ટ યુગમાં ગામ, નગર કે મહાનગર દરેક વ્યક્તિને પોતાને મળતી સેવાઓ- સુવિધાઓ ઝડપી, પારદર્શી અને સરળતાએ મળે તેવી ઇચ્છા હોય છે. લોકોમાં હવે વિકાસની ભૂખ ઉઘડી છે. સેવા સેતુ દ્વારા નગરો-ગામોના લોકો પાસે સામેથી સરકાર જાય છે અને પ્રશ્નો ઉકેલે છે. તેમણે ઉમેર્યું કે, સમયથી બે ડગલાં આગળ ચાલીને આગવા વિઝન સાથે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ‘ડિલીવરી એટ ડોરસ્ટેપ’ નો અભિગમ અપનાવ્યો છે. મહાનગરોમાં મ્યુનિસીપાલિટીને નગર સેવા સદન બનાવી લોકોને ઝડપી સેવાઓ આપવા ઓનલાઇન સેવાઓ આપવા ODPS, ટેક્ષ પેમેન્ટ, પ્રમાણપત્રો કઢાવવા જેવી સેવાઓ અંડર વન રૂફ એવા સિટી સિવીક સેન્ટર્સ દ્વારા અપાય છે. તેની જેમ જિલ્લા- તાલુકા મથકોએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રો તરીકે વિસ્તારી છે. સિટી- સિવીક સેન્ટર- મહાનગરો જેવી સિટીઝન સેન્ટ્રીક સુવિધા નગરોમાં નગરજનો માટે વન સ્ટોપ-શોપ-40 થી વધુ સેવાઓ એક જ સાથે વિકાસવી છે. મોટા શહેરો જેવી આવી અદ્યતન સુવિધા અને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસ નાના નગરોને પણ મળે તેવા જનહિત ભાવથી નગરપાલિકાઓમાં સિટી સિવીક સેન્ટર-નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે.

CMએ જણાવ્યું કે, આ સરકારે જનતા જનાર્દનની સેવાને સાધના બનાવી લોકોને કેવી રીતે ગુણવત્તાયુક્ત સેવા આપી શકાય તેનો દાખલો બેસાડ્યો છે. કોરોના મહામારીએ નાનો રોજગાર- વ્યવસાય કરનારાઓને સૌથી માઠી અસર પહોંચાડી હતી. આવા શેરી ફેરિયાઓ, લારીઓ વાળાને ફરી બેઠા કરવા આજીવિકાનો આર્થિક આધાર વડાપ્રધાનએ પી.એમ. સ્વનિધિ યોજનાથી આપ્યો છે. 10 હજાર રૂપિયા સુધીની લોન આવા ફેરિયાઓને કોઇ પણ પ્રકારની સિક્યુરિટી વિના આપવામાં આવી છે. ગુજરાતમાં આવા પોણા ત્રણ લાખ શેરી ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ યોજનામાં લાભ આપ્યો છે.

યાત્રાધામ અંબાજીના સર્વાગી વિકાસાી નેમ વ્યકત કરતા CMએ જણાવ્યું કે, યાત્રાધામોમાં ઇન્ફરમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરી વડાપ્રધાનનાો નવતર અભિગમ એટલે ચેટબોટ-અંબાજીની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી દરેકને ઘરે બેઠા અંબાજી દર્શનનો લાભ મળશે.

પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા CMએ જણાવ્યું કે, પાલનપુર નગરના પ્રવેશદ્વાર અને અમદાવાદ, આબુ રોડ, ડીસાને જોડતા નેશનલ હાઇવે પરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાનું નક્કર આયોજન કર્યુ છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સાડા ૬ કરોડ રૂપિયા સરકારે મંજુર કર્યા છે. આ એરોમા સર્કલને દૂર કરીને સ્મૂધ ડાયવર્ઝન, ડેડીકેટેડ લેન, સર્વિસ રોડ, ટ્રાફિક સિગ્નલની કામગીરી ટુંક જ સમયમાં હાથ ધરાશે. જેનાથી પાલનપુર શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp