સુરતઃ રાહુલ ગાંધી પર પૂર્ણેશ મોદીએ કરેલા કેસ મામલે હાઈકોર્ટે આપ્યો આ આદેશ

PC: khabarchhe.com

રાહુલ ગાંધી વિરુદ્ધ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ બદનક્ષી કેસનો વિવાદ અગાઉ સામે આવ્યો હતો. ત્યારે ફરી એકવાર આ કેસ સામે આવ્યો છે. રાહુલ ગાંધી પર પૂર્ણેશ મોદીએ કરેલી બદનક્ષીની અરજી મામલે હાઈકોર્ટે ટ્રાયલ ઝડપી ચલાવવા આદેશ આપ્યો છે. સુરત જિલ્લા કોર્ટે પૂર્ણેશ મોદીની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે સુરત ટ્રાયલ કોર્ટને માનહાનિના કેસની સુનાવણી ઝડપી કરવા આદેશ કર્યો છે. પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે.

લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ સભામાં ટીપ્પણી કરી હતી કે મોદી અટકવાળા લોકો પર ટીપ્પ્ણી કરી હતી. ત્યારે પૂર્ણેશ મોદીએ આ મામલે બદનક્ષીનો કેસ કર્યો હતો. આ કેસનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનની સીડી પેનડ્રાઈવ થકી આપવામાં આવી તેને પુરાવો ગણવા માટે નિવેદન કર્યું છે.

રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક સમય પહેલા આ અરજી કરી હતી. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જુબાની માટે હાઈકોર્ટમાં બોલાવવા માટે અરજી કરવામાં આવી હતી અને જુબાની માટે હાજર થાય તેવી માંગણી કરવામાં આવી હતી. બદનક્ષીના કેસમાં તેમને અગાઉ સુરતમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે નકારતા પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. 2019માં રાહુલ ગાંધી મામલે ભાષણ બાદ બદનક્ષીની ફરીયાદ કરવામાં આવી હતી

13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતના મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ભડક્યા હતા અને રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp