મને લાગ્યું કે રાહુલ 'ભારત જોડવા' માટે કરાચી કે લાહોર જશે...રાજનાથે કર્યો કટાક્ષ

PC: khabarchhe.com

રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર સશસ્ત્ર દળોની બહાદુરી પર સવાલ ઉઠાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેમની 'ભારત જોડો યાત્રા'નો હેતુ તેમના નેતા રાહુલ ગાંધીને 'લોન્ચ' કરવાનો હતો. રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કરતા સિંહે કહ્યું કે તેમણે વિચાર્યું હતું કે ગાંધી આ યાત્રાના ભાગરૂપે કરાચી અથવા લાહોર પણ જઈ શકે છે. ભાજપની 'વિજય સંકલ્પ યાત્રા'ના બીજા તબક્કાની શરૂઆત કરતા, તેમણે લોકોને મે મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટકમાં બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવવા માટે પાર્ટીને સમર્થન આપવા અપીલ કરી.

રાજનાથ સિંહે કહ્યું, શું તમે યુવા કોંગ્રેસના નેતા વિશે જાણો છો, તેમને હવે 'લોન્ચ' કરવામાં આવી રહ્યા છે અને આ માટે તેમણે 'ભારત જોડો યાત્રા' કરી હતી. 1947 માં ભાગલા દરમિયાન ભારતનું વિભાજન થયું હતું, તેથી મેં વિચાર્યું કે 'ભારત જોડો યાત્રા' કાઢી રહેલા રાહુલ ગાંધી કદાચ કરાચી અથવા લાહોર જશે, પરંતુ તેઓ ત્યાં ન ગયા. તેમણે અહીં એક જાહેર સભાને સંબોધતા પૂછ્યું કે જ્યારે આખું ભારત એક છે ત્યારે ગાંધીએ કોને જોડવાનો પ્રયાસ કર્યો.

તેમણે કહ્યું, લોકોને મૂર્ખ બનાવીને રાજનીતિ લાંબો સમય સુધી નથી કરી શકાતી, જે લોકો વિશ્વાસ સાથે રાજનીતિ કરે છે અને લોકો સાથે આંખમાં આંખ નાખીને વાત કરે છે તે સફળ થઈ શકે છે અને જે લોકો ભાજપમાં છે તેઓ જ આવું કરી શકે છે. તેમણે કોંગ્રેસ પર 'મોદી તેરી કબર ખુદગી' ના નારા લગાવવાના આરોપ લાગવ્યા. તેમણે કહ્યું, તે (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીની કબર નથી ખોદી રહ્યા, પરંતુ આવા નારા લગાવીને પોતાની કબર ખોદી રહ્યા છે. અમારા કોંગ્રેસી મિત્રો ભાજપ અને વડાપ્રધાન મોદી સામે જેટલો કાદવ ઉછાળશે, અમારું કમળ એટલું જ ખીલશે.

કોંગ્રેસ પર રક્ષા દળોની હિંમત અને બહાદુરી પર સવાલ ઉઠાવવાનો આરોપ લગાવતા, તેમણે પૂછ્યું, તેમને શું થયું?... રક્ષામંત્રી તરીકે હું કહેવા માંગુ છું કે અમને અમારા સશસ્ત્ર દળો પર ગર્વ છે. અગાઉ સિંહે અહીં સાંગોલી રાયન્નાના સ્મારકની મુલાકાત લીધી અને તેમને શ્રદ્ધાંજલિ આપી, ત્યાર બાદ તેમણે યાત્રાની શરૂઆત કરી. રક્ષા મંત્રીએ લોકોને રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનો સંકલ્પ લેવા અને આ વખતે બે તૃતીયાંશ બહુમતી સાથે નવું કર્ણાટક બનાવવાનું આહ્વાન કર્યું. તેમણે વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી પ્રતિષ્ઠા અને કેન્દ્રમાં વર્તમાન ભાજપ સરકાર હેઠળ આર્થિક પાવરહાઉસ તરીકે તેમના ઉદભવને પણ પ્રકાશિત કર્યો. તેમણે કહ્યું કે મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર આતંકવાદ અને તેને સમર્થન કરનારાઓને સહન કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp