કમલનાથની જાહેરાત, MPમા કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓ વર્ષે આટલા રૂપિયા આપશે

PC: aajtak.in

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહે તેમના જન્મદિવસ પર લાડલી બહના યોજનાની જાહેરાત કરી છે ત્યારે કમલનાથે પણ મોટી જાહેરાત કરી છે.'કોંગ્રેસની સરકાર બનશે તો રાજ્યની બહેનો 'ધનવાન' બનશે

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના જન્મદિવસ પર મોટી જાહેરાત કરી છે. PCC ચીફ કમલનાથે કહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો બહેનોને અમીર બનાવવામાં આવશે. મધ્યપ્રદેશમાં, નિમ્ન અને મધ્યમ પરિવારોની બહેનોને વાર્ષિક 18,000 રૂપિયા મળશે.

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તેમના જન્મદિવસના અવસર પર લાડલી બહના યોજનાની શરૂઆત કરી. ભોપાલમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બહેનોને દર મહિને એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે નીચલા અને મધ્યમ વર્ગના પરિવારોની બહેનોને એક વર્ષમાં 12 હજાર રૂપિયા આપવામાં આવશે.

આ યોજના વિધાનસભાની ચૂંટણી પહેલા શિવરાજ સરકારની સૌથી મહત્વની અને વોટબેંક વધારનારી યોજના હોવાનું કહેવામાં આવી રહ્યું હતું,  પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓના ખાતામાં દર મહિને 1500 રૂપિયા આવશે. એટલે કે વર્ષમાં 18 હજાર રૂપિયા. કમલનાથે સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ મહિલા સશક્તિકરણ માટે વિશ્વની સૌથી મોટી યોજના લાગુ કરવામાં આવશે.

કોંગ્રેસ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સરકારની યોજનાઓને ટક્કર આપવા જઈ રહી છે જ્યારે સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસની સરકાર બનવા પર 1500 રૂપિયા પ્રતિ માસ આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp