ચૂંટણી પહેલા સિંધિયાનો સાથ છોડી રહ્યા છે સાથીઓ, એક પછી એક કોંગ્રેસમાં સામેલ

PC: newsclick.in

ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા માટે અત્યારે રાજકીય પાસાઓ ઠીક નથી પડી રહ્યા. તેમના સહયોગીઓ છોડીને જઇ રહ્યા  છે તે કારણ બતાવવામાં આવી રહ્યું છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટમી થવાની છે અને સિંધિયાના સહયોગીઓનો સાથ છોડવાનો સિલસિલો જારી છે.

તેમના નજીકના ગમાતા સાથે સમંદર પટેલે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. તેઓ પહેલા એવા નેતા છે જે અત્યારે કોંગ્રેસ તરફ ગયા છે, તેમના ઉપરાંત સિંધિયાના નજીકના ગણાતા 7 નેતાઓએ પણ ભાજપનો સાથ છોડી દીધો છે.

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી ચે. અત્યારે એ કહેવું આસાન નતી કે કઇ પાર્ટીનું પલ્લું મધ્ય પ્રદેશમાં ભારે છે.

ભાજપમાં આવેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય  સિંધિયાના રાજકીય વજનને લઇને ભાજપ આશ્વસ્ત છે અને ભાજપને તેનો રાજકીય ફાયદો મળશે પણ ચૂૂટણી પહેલા સિંધિયાના નજીકના લોકોનું કોંગ્રેસમાં જવું પાર્ટી માટે જોખમ ઉભું કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંધિયાના જે સાથી નેતાઓએ ભાજપનો સાથ છોડ્યો છે, તેમાં વધારે પડતા ગ્વાલિયર, ચંબલ સંભાગના નેતાઓ છે. ખાસ વાત એ છે કે, આ સંભાગ સિંધિયાનો વિસ્તાર છે અને રાજઘરાનાનું રાજકીય ગઢ ગણાય છે.

ભાજપનો સાથ છોડનારા નેતાઓમાં સમંદર પટેલનું નામ ઘણું પ્રમુખતાથી લેવાઇ રહ્યું છે. તે નીમચ જાવદ વિધાનસભાથી અપક્ષ ચૂંટલી લડી ચૂક્યા છે. હારવા છતાં ઘણો પ્રભાવ છોડવામાં તેઓ સફળ રહ્યા હતા. તે સિવાય ભાજપનો સાથ છોડનારા નેતાઓમાં બેૈજનાથ સિંહ યાદવ, જયપાલ સિંહ યાદવ, યદુરાજ સિંહ યાદવ, રઘુરાજ ધાકડ, રાકેશ ગુપ્તા, ગગન દિક્ષિત વગેરે નામ શામેલ છે. ભાજપ મધ્યપ્રદેશ ચૂંટણીને લઇને તૈયાર દેખાઇ રહ્યું છએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત મધ્યપ્રદેશના પ્રવાસે છે.

સમંદર પટેલ નીમચ 2018માં જાવડથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. પટેલ ચૂંટણી જીતી શક્યા ન હતા, પરંતુ 33 હજાર મત મેળવીને કોંગ્રેસનો ખેલ બગાડવામાં સફળ રહ્યા હતા.જ્યારે સિંધિયા ભાજપમાં જોડાયા, પછી પટેલ પણ તેમની સાથે ભાજપમાં આવ્યા હતા.

ગુના-શિવપુરીમાં સિંધિયાના નજીકના ગણાતા બૈજનાથ યાદવ પણ જૂનમાં કોંગ્રેસમાં જોડાયા હતા. બૈજનાથ યાદવની પત્ની કમલા યાદવ શિવપુરી જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે.જ્યારે યાદવ કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેઓ 400 વાહનોના કાફલા સાથે ભોપાલ પહોંચ્યા હતા.

સિંધિયાના સમર્થક જયપાલ સિંહ યાદવ ચંદેરીથી ચૂંટણી લડી ચૂક્યા છે. યાદવની ગણના પણ સિંધિયાના ખાસ લોકોમાં થાય છે. તાજેતરમાં યાદવે પોતાના સમર્થકો સાથે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે.

યદુરાજ સિંહ યાદવ - ચંદેરીમાં મજબૂત પકડ છે. સંગઠનના વ્યક્તિ ગણાય છે. સિંધિયા ચૂંટણી લડતા હતા, તો અશોકનગરમાં મોટી ભૂમિકા ભજવી હતી. જયપાલ સિંહની સાથે તેમણે પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

રઘુરાજ ધાકડ - કોલારસથી આવે છે અને લગભગ 20 વર્ષોથી રાજકારણમાં છે. ધાકડ સમાજના કદાવર નેતાઓમાં ગણાય છે. કોલારસમાં ધાકડ સમુદાયના લગભગ 25 હજાર વોટર્સ છે.

રાકેશ ગુપ્તા - શિવપુરમાં ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ બનાવાયા હતા. શિવપુરીમાં સિંધિયાની લોકસભા ચૂંટણી મેનેજમેન્ટનું કામ ગુપ્તા જ જોતા હતા.

ગગન દક્ષિત - સિંધિયા ફેન ક્લબના જિલ્લાધ્યક્ષના પદ પર હતા. દિક્ષિતની સાથે સાંચી જનપદ પંચાયતના અધ્યક્ષના નજીકના અને શિવરાજ સરકારમાં મંત્રી પ્રભુરામ ચૌધરી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp