મણિપુરના સાંસદ બોલ્યા- હું સંસદમાં બોલવા માગતો હતો, મને બોલવાની તક જ ન મળી
.jpg)
મણિપુર હિંસાને 100થી વધુ દિવસ થઈ ગયા છે. મણિપુર હિંસા પર સંસદ ભવનમાં ચર્ચા થાય એટલે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યું હતું, પરંતુ ત્યાં પણ મણિપુર વિશે થોડી જ ચર્ચા થઈ હતી. મણિપુરમાં હજુ પણ ખરાબ સ્થિતિ છે. સંસદ ભવનમાં મણિપુર મુદ્દે અનેક નેતાઓ બોલ્યા પરંતુ ખરેખર જેમને બોલવું જોઈએ, એમને જ બોલવાની તક નહોતી મળી. મણિપુરની ભાજપ સરકારની સહયોગી પાર્ટીના સાંસદ લોરહો ફોઝેએ આ અંગે પોતાની આપવીતિ રજૂ કરી હતી.
મણિપુરમાં BJPના સહયોગી પાર્ટી NPF એટલે કે નાગા પિપલ્સ ફ્રન્ટના નેતા લોરહો ફોઝેએ એક ઈન્ટરવ્યૂમાં મીડિયાને જણાવ્યું હતું કે, હું સંસદમાં બોલવા માગતો હતો, પરંતુ મને સંસદમાં બોલવાનો મોકો ના મળ્યો, મને કહેવામાં આવ્યું કે હોમ મિનિસ્ટર અમિત શાહ બોલશે.
મણિપુરના સાંસદ લોરહો ફોઝેએ જણાવ્યું કે, હું સંસદ ભવનમાં પહેલા દિવસથી જ હાજર હતો. રાહુલ ગાંધી મણિપુર વિશે સારું બોલ્યા. આનું કારણ એ છે કે, તેઓ હિંસા બાદ મણિપુર ગયા હતા અને ત્યાંના લોકો સાથે વાતચીત કરી હતી, જેનાથી ત્યાંના લોકોમાં તેમના પ્રત્યે પર્સનલ ટચ ઉદ્ભવ્યો હતો.
સાંસદ ફોઝેએ કહ્યું કે, મણિપુર મુદ્દે મારું બોલવું ખૂબ જરૂરી હતું. અમે આ મુદ્દાને લઈને ઇમોશનલ છીએ. અમે દેશને જણાવવા માગીએ છીએ કે ત્યાંની સ્થિતિને લઈને ત્યાંના લોકો કેવું અનુભવી રહ્યા છે. આ અમારે બોલવું જ પડશે. મારી પાર્ટી ભાજપની સાથે મણિપુરમાં ગઠબંધનમાં છે, એટલા માટે અમે હોમ મિનિસ્ટરને બોલવા દીધા, પરંતુ અમારું બોલવાનું બહુ મન હતું. ભાજપે અમારા માટે ઘણી વસ્તુઓ કરી છે. કોંગ્રેસના સમયે ઘણુ બધુ ઉંધુ થયું હતું, પરંતુ સત્ય એ છે કે મારું મણિપુર સળગી રહ્યું છે. 100 દિવસથી વધુ સમય થઇ ગયો પરંતુ હજુ સુધી હિંસા શાંત નથી પડે, તે દુખદ છે.
તેમણે કહ્યું કે, પહેલા મણિપુરમાં દર અઠવાડિયે કોઈને કોઈ મંત્રી આવતા હતા, પરંતુ અમારા કપરા સમયમાં અમારી પાસે કોઈ નથી આવ્યું. મારા લોકો મરી રહ્યા છે, તેઓ તકલીફમાં છે. અમે લોકો પાસે આશા રાખી રહ્યા છીએ કે અમારા કપરા સમયમાં અમારી પાસે કોઈ આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp