26th January selfie contest

મણિપુર હિંસામાં હોમ મિનિસ્ટ્રીનો આદેશ, જોતા જ ગોળી મારો

PC: indiatoday.in

મણિપુરમાં ભડકેલી હિંસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મણિપુરની હોમ મિનિસ્ટ્રીએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને હિંસક તત્ત્વોને જોતા જ ગોળી મારવાનો આદેશ જાહેર કરવા માટે અધિકૃત કર્યા છે. રાજ્યપાલ તરફથી હોમ મિનિસ્ટ્રીને મંજૂરી મળી ગઈ છે કે, ગંભીર કેસમાં હિંસક તત્ત્વોને જોતા જ ગોળી મારી દો.

મારું મણિપુર સળગી રહ્યું છે, પ્લીઝ બચાવો, મેરીકોમે PM મોદી પાસે મદદ માગી

મણિપુરના મૈતેઇ સમાજને અનુસુચિત જનજાતિ (ST)ની શ્રેણીમાં સમાવેશ કરરવાની માંગ સાથે 3 મેથી વિદ્યાર્થીઓના  એક સંગઠને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ આદિવાસી આંદોલન દરમિયાન હિંસા ફાટી નિકળી હતી, જે પછી ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને આખા મણિપુરમાં આગામી 5 દિવસ સુધી ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.

ભારતીય મહિલા બોક્સર મેરી કોમે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. મેરી કોમે મોડી રાત્રે પોણા ત્રણ વાગ્યે ટ્વીટ કરીને લખ્યું કે, મારું રાજ્ય મણિપુર સળગી રહ્યં છે, મહેરબાની કરીને મદદ કરો. તેમણે આ ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને ટેગ કરીને આગજનીના ફોટોઝ શેર કર્યા છે.

મણિપુરમાં સેના અને સશસ્ત્ર દળોની મદદથી હિંસા પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 3 મે ના દિવસે રાત્રે સેના અને સશસ્ત્ર દળની મદદ માંગી હતી, એ પછી સેનાએ રાજ્ય પોલીસની સાથે મળીને મોડી રાત્રે સ્થિતિને નિયત્રંણમાં કરવામાં હસ્તક્ષુ કર્યો અને સવાર સુધીમાં તો હિંસા પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અલગ અલગ જિલ્લામાં લગભગ 4 હજાર ગ્રામીણ લોકોને સેના, સશસ્ત્ર દળો અને રાજ્ય સરકારના પરિસરોમાં આશ્રય આપવામાં આવ્યો છે. પ્રદર્શનને નિયત્રંણમાં રાખવા માટે ફલેગ માર્ચ પણ કરવામાં આવી રહ્યું છે.

ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટસ યુનિયન (ATSU)દ દ્રારા મૈતેઇ સમાજને STની શ્રેણીમાં સામેલ કરવાની માંગ સાથે એક રેલી કાઢવામાં આવી હચી. આ રેલી દરમિયાન ચુરાચાંદપુર વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે આ રેલીમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ સામેલ થયા હતા. આ દરમિયાન તોરબંગ વિસ્તારમાં આદિવાસીઓ અને ગેર આદિવાસીઓ વચ્ચે હિંસાના સમાચાર આવ્યા હતા. ટોળાને કાબુને લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જિરિબામ, વિષ્ણુપુર, ચુરાચાંદપુર, કાંગપોકપી અને તૈંગતે નૌપાલ જિલ્લામાં કફર્યુ લગાવી દેવામાં આવ્યો છે. આખા રાજ્યમાં 5 દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થી સંગઠને કહ્યુ કે રાજ્યના નેતાઓ ખુલ્લેઆમ મૈતેઇની માંગનું સમર્થન કરી રહ્યા છે. આદિવાસી હિતોનું સામુહિક રીતે રક્ષણ થવું જોઇએ. મૈતૈઇ સમુદાય મણિપુરના પહાડી જિલ્લામાં રહે છે. સમાજે દાવો કર્યો હતો કે મ્યાનમાર અને બાંગ્લાદેશમાંથી ગેરકાયદે સ્થળાંતરને કારણે તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp