સ્કોલરશિપ સ્કીમમાં મોટું કૌભાંડ, 53% ફેક વિદ્યાર્થીઓના નામે 144 કરોડ ચાંઉ, CBI..

PC: PIB

ભારતના સૌથી મોટા લઘુમતી સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ થયો છે.ઘણા રાજ્યોમાં નકલી લાભાર્થીઓ, નકલી સંસ્થાઓ અને નકલી નામો દ્વારા બનાવેલા બેંક ખાતાઓ સામે આવ્યા છે. આ મામલો કથિત રીતે લઘુમતી સંસ્થાઓ, રાજ્ય વહીવટ અને બેંકોમાં સંસ્થાકીય ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ CBI તપાસની વાત કરી છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ મદરેસા સહિત 1,572 લઘુમતી સંસ્થાઓમાંથી, 830 નકલી/નોન-ઓપરેશનલ હોવાનું જણાયું હતું, જેમાં રૂ. 144 કરોડનું કૌભાંડ થયું છે.

માઇનોરિટી મંત્રાલયએ 10 જુલાઇએ CBIમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. 34 રાજ્યોના 100 જિલ્લામાં મંત્રાલયે આંતરિક તપાસ કરાવી છે. જેમાં 21 રાજ્યોની 1572 સંસ્થાઓમાંથી 830 સંસ્થાઓ નકલી હોવાનું સામે આવ્યું છે. લગભગ 53 ટકા નકલી વિદ્યાર્થી મળ્યા છે. જો કે હજુ બાકીની સંસ્થાઓમાં તપાસ ચાલી રહી છે.

અત્યાર સુધી તપાસ કરાયેલા કેસોમાં, શિષ્યવૃત્તિના સાચા લાભાર્થીઓને મોટા પાયે થયેલા નુકસાન અને નકલી લાભાર્થીઓ દ્વારા સરકારી તિજોરીને રૂ. 144 કરોડના નુકસાનની તપાસ માટે કેસ CBIને સોંપવામાં આવ્યો છે. જો સૂત્રોનું માનીએ તો આ અનેક સ્તરે સંસ્થાકીય ભ્રષ્ટાચાર છે. સંસ્થાઓ ક્યાં તો અસ્તિત્વમાં નથી અથવા નોન ઓપરેશનલ છે. પરંતુ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE) બંને પર નોંધાયેલી છે.

જે 830 સંસ્થાઓ સાથે જોડાયેલા લાભાર્થીઓના ખાતા ફ્રિજ કરવાના આદેશ આપવામાં આવ્યા છે તેમાં છતીસગઢમાં 62 સંસ્થાઓની તપાસ કરવામાં આવી જેમાં બધી જ નકલી નિકળી હતી, રાજસ્થાનમાં 128 સંસ્થાઓની તપાસમાં 99 નકલી, આસામામાં 68 ટકા નકલી, કર્ણાટકમાં 64 ટકા નકલી, ઉત્તર પ્રદેશમાં 44 ટકા નકલી અને બંગાળમાં 39 ટકા સંસ્થાઓ નકલી નિકળી હતી.

નોડલ અધિકારીઓ પણ તપાસ હેઠળ છે, CBI તપાસ કરશે કે કેવી રીતે સંસ્થાઓના નોડલ અધિકારીઓએ OK રિપોર્ટ્સ આપ્યા, કેવી રીતે જિલ્લા નોડલ અધિકારીઓએ નકલી કેસોની ચકાસણી કરી અને કેટલા રાજ્યોએ કૌભાંડને વર્ષો સુધી ચાલુ રાખવા દીધું વગેરે. લઘુમતી બાબતોના મંત્રાલયના એક સૂત્રએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું કે બેંકોએ લાભાર્થીઓ માટે નકલી ખાતા ખોલવાની મંજૂરી કેવી રીતે આપી. નકલી આધાર કાર્ડ અને KYCની તપાસ ચાલી રહી છે.

માઇનોરિટી મંત્રાલયની તપાસમાં અનેક બાબતો સામે આવી છે. જેમાં કેરળના મલ્લાપુરમમાં એક બેંક શાખાએ 66,000 સ્કોલરશીપ આપી. લઘુમતી વિદ્યાર્થીઓની નોંધાયેલી સંખ્યા કરતા પણ વધારે.જમ્મુ-કાશ્મીરના અનંતનાગની એક કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા 5000 છે, પરંતુ સ્કોલરશીપ બતાવી છે 7000 વિદ્યાર્થીઓને.માતા પિતાનો એક મોબાઇલ નંબર તપાસના દાયરામાં છે, 22 બાળકો અને બધા 9મા ધોરણમાં. અન્ય લઘુમતી સંસ્થામાં: કોઈ હોસ્ટેલ નથી અને છતાં દરેક વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિનો દાવો કર્યો.આસામમાં બેંકની એક શાખામાં કથિત રીતે 66,000 લાભાર્થીઓ. મદરેસા વેરિફિકેશન ટીમનેધમકી આપવામાં આવી હતી કે જો તેઓ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતોની ચકાસણી કરવાનો પ્રયાસ કરશે તો તેમને મારી નાખવામાં આવશે.

6 પંજાબમાં લઘુમતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી ગઇ, પરંતુ નવાઇની વાત એ છે તેઓનું શાળામાં હજુ તો નામાંકન પણ નથી થયું.

લઘુમતી શિષ્યવૃત્તિની યોજના 2007-8માં શરૂ કરવામાં આવી હતી, ત્યારથી અત્યાર સુધીમાં હજારો કરોડના કૌભાંડનો અંદાજ છે. લઘુમતી બાબતોનું મંત્રાલય એક લાખ 80 સંસ્થાઓને શિષ્યવૃત્તિ આપે છે. વર્ગ 1 થી ઉચ્ચ શિક્ષણ મેળવતા લઘુમતી વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp