- Politics
- ઓગસ્ટ પહેલાં મોદી સરકાર પડી જશે, લાલુ પ્રસાદે આવું કેમ કહ્યું?
ઓગસ્ટ પહેલાં મોદી સરકાર પડી જશે, લાલુ પ્રસાદે આવું કેમ કહ્યું?

RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે એક નિવેદન આપીને દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. લાલુ પ્રસાદ યાદવે RJD કાર્યકરોને કહ્યુ કે, હું પાર્ટીના બધા કાર્યકરોને તૈયાર રહેવા માટે અપીલ કરુ છું, કારણકે દેશમાં ગમે ત્યારે ચૂંટણી આવી શકે છે. દિલ્હીમાં મોદી સરકાર કમજોર છે અને ઓગસ્ટ પહેલાં નરેન્દ્ર મોદી સરકાર પડી જશે.
જાણકારોનું કહેવું છે કે, લાલુ પ્રસાદ યાદવ રાજકારણના અઠંગ ખેલાડી છે અને સમયાંતરે આવા પાસા ફેંકતા રહે છે. તેમણે આ સમયે એટલા માટે નિવેદન કર્યું છે, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં આ વર્ષમાં જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે તેમણે આ દાવ ફેંક્યો છે. જો કે, જાણકારોનું કહેવું છે કે, ઓગસ્ટ સુધીમાં મોદી સરકાર પડે તેવા કોઇ એંધાણ દેખાતા નથી. TDP છોડીને જાય તો પણ મોદી સરકારને કોઇ ફરક ન પડે અને નીતીશને ભાજપની વધારે જરૂર છે.
Related Posts
Top News
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ
Opinion
27.jpg)