મોરબી દૂર્ઘટના કેસઃ જયસુખ પટેલના રિમાન્ડ પૂરા થતા પોલીસે વધુ રીમાન્ડ ના માગ્યા

PC: twitter.com

મોરબી બ્રિજ દૂર્ઘટનામાં જયસુખ પટેલના રીમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધુ રીમાન્ડ ના માંગતા આખરે જયસુખ પટેલને જેલ હવાલે ધકેલાયો છે. 7 દિવસના રીમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલમાં જયસુખ પટેલને ધકેલાયો છે.

મોરબી બ્રિજ દૂર્ઘટનામાં 9 આરોપીઓમાં 10મું નામ જયસુખ પટેલનું ઉમેરાયું છે ત્યારે આ સમગ્ર મામલે જયસુખ પટેલનું પણ ચાર્જસીટમાં નામ ઉમેરવામાં આવ્યું હતું ત્યારે જયસુખ અગાઉ મોરબી કોર્ટમાં ખૂદ હાજર રહેતા તેને જેલ હવાલે કરી રીમાન્ડ મંજૂર કરાયા હતા. 7 દિવસના રીમાન્ડ પૂર્ણ થયા બાદ આજે જયસુખ પટેલને જેલને હવાલે ધકેલાયો છે.

જયસુખ પટેલની ઓરેવા કંપનીએ મોરબી બ્રિજનું સમારકામ કર્યું હતું અને આ બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો ત્યારે બ્રિજ પરથી નીચે પડી જવાથી 135 લોકોના મોત નિપજ્યા હતા આ મામલે તમામ આંગળીઓ જયસુખ પટેલ પર ઉઠી હતી ત્યારે જયસુખ પટેલની મોડે મોડે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, અન્ય જે 9નું પોલીસ ફરીયાદમાં નામ છે તેમાંથી કોઈ મેનેજર છે તો કોઈ ટિકિટ કાપનાર પરંતુ જયસુખ પટેલ કે જે ઓરેવા કંપનીનો માલિક છે અને તેમને જ આ બ્રિજનુ ઉદઘાટન કર્યું હતું ત્યારે જયસુખનું નામ પણ ચાર્જસીટમાં ઉમેરાયું છે કેમ કે, બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટ વિના બ્રિજ ચાલું કરાયો હતો. ત્યારે આ મામલે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં હાઈકોર્ટે પણ સુઓમોટોનું સંજ્ઞાન લીઘું છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી પૂર્વે તેઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. આગોતરા જામીન અરજી વિડ્રો થઇ હતી. પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં સપ્તાહ પહેલા રજુ કરતા કોર્ટે તા. 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp