હવે UPમા બદલાશે આ બે જગ્યાઓના નામ, તેલિયા અફઘાન ગામનું નામ બદલાઈને આ થશે

PC: Khabarche.com

ઉત્તર પ્રદેશ સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં બે સ્થળોના નામ બદલશે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી સંમતિ મેળવી લીધી છે. હવે ટૂંક સમયમાં તેમનું નામ બદલવા માટે સંસદમાં બંધારણીય સુધારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આમાંથી એક જગ્યા ગોરખપુર જિલ્લામાં છે, જ્યારે બીજી જગ્યા દેવરિયા જિલ્લામાં છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ બે સ્થળોના નામ બદલવાની ભલામણ મોકલી છે. આ ભલામણ પર ગૃહ મંત્રાલયે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યું છે.

ગોરખપુરનું મુંદેરા બજાર કહેવાશે ચૌરી ચૌરા

અહેવાલ મુજબ, રાજ્ય સરકારે ગોરખપુર જિલ્લાની મુંદેરા બજાર નગરપાલિકાનું નામ બદલીને ચૌરી ચૌરા કરવાની ભલામણ કરી હતી. ચૌરી ચૌરા એ જ ઐતિહાસિક સ્થળ છે, જ્યાં 4 ફેબ્રુઆરી, 1922ના રોજ અસહકાર આંદોલનની રેલી પર ડુમરી ખાતે પોલીસ ગોળીબારમાં 26 લોકોના મોત બાદ ભીડ ભડકી ઉઠી હતી. ટોળાએ ચૌરીચૌરા પોલીસ સ્ટેશનનો દરવાજો બહારથી બંધ કરીને તેને આગ લગાવી દીધી હતી, જેમાં એક ઇન્સ્પેક્ટર સહિત 22 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ ઘટના ચૌરીચૌરા કાંડ તરીકે ઓળખાય છે.

દેવરિયાના તેલિયા અફઘાન ગામનું નામ બદલવામાં આવશે

આ સિવાય દેવરિયા જિલ્લાના એક ગામનું નામ બદલવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. તેલિયા અફઘાન નામના આ ગામનું નામ બદલીને તેલિયા શુક્લા રાખવાની ભલામણ કરવામાં આવી હતી.

સંબંધિત વિભાગો સાથે પરામર્શ કર્યા પછી મંજૂરી મળી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હાલની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલા નામ બદલવાની દરખાસ્તોની તપાસ કરી. આ માટે સંબંધિત વિભાગો પાસેથી સલાહ પણ લેવામાં આવી હતી. જણાવી દઈએ કે કોઈપણ સ્થળનું નામ બદલવા માટે રેલ્વે મંત્રાલય, ટપાલ વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયાની સંમતિ જરૂરી છે. આ વિભાગોની સંમતિ મળ્યા બાદ ગૃહ મંત્રાલયે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યું છે.

હવે નામ બદલવાની પ્રક્રિયા થશે

કોઈપણ ગામ, નગર કે શહેરનું નામ બદલવા માટે વહીવટી આદેશની જરૂર હોય છે. આ માટે, કોઈપણ રાજ્યની ભલામણ પર, સંસદની અંદર બંધારણમાં સુધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે, જેને સામાન્ય બહુમતીથી પસાર કરવો પડે છે. હવે યુપી સરકાર તરફથી નામ બદલવાની આ બંને ભલામણો પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp