BJPના MPના નિવેદન બાદ ઓવૈસી કહે- ભારતમાં મુસલમાનો સાથે યહુદીઓ જેવો વ્યવહાર

ભાજપના સાંસદે સંસદ ભવનમાં આપેલા વિવાદિત નિવેદન બાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કટાક્ષ કરીને રમેશ બિધુડીનો વીડિયો શેર કરતા ટ્વીટ કરી હતી કે, આ વીડિયોમાં ચોંકાવનારું કંઈ નથી. ભાજપ એક ઊંડી ખીણ છે, એટલે દરરોજ એક નવું નિચલું સ્તર મળી જાય છે. મને વિશ્વાસ છે કે આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. સંભાવના છે કે, આગળ જઈને ભાજપ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે. આજે ભારતમાં મુસલમાનો સાથે એવો જ વ્યવહાર થઈ રહ્યો છે, જેવો હિટલરના જર્મનીમાં યહુદીઓ સાથે કરવામાં આવતો હતો. મારી સલાહ છે કે નરેન્દ્ર મોદીએ જલદી આ વીડિયોને અરબીમાં ડબ કરી અને પોતાના હબીબીઓને મોકલે.

ભાજપના MPએ સંસદભવનમાં જ બીજા સાંસદને મુલ્લા આતંકવાદી કહ્યા

સાંસદોને માનનીય કહેવામાં આવે છે અને તે મુજબ વર્તન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ભાજપના સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં મુસ્લિમ સાંસદ સામે જે પ્રકારનો દુર્વ્યવહાર કર્યો તે સાંભળીને લોકો નારાજ છે. રાજનાથ સિંહે ખેદ વ્યક્ત કરવો પડ્યો છે.

ભાજપના સીનિયર નેતા રમેશ બિઘુરીએ સંસદની અંદર સડક છાપ ભાષાનો પ્રયોગ કરવાને કારણે લોકો નારાજ થયા છે. બિઘુરીએ સંસદમાં ઓયે ભ..ડ..., ઓઇ. ઉગ્રવાદી, એ ઉગ્રવાદી વચ્ચે ન બોલશો. એ આતંકવાદી-ઉગ્રવાદી છે. આ મુલ્લા આતંકવાદી છે. તેમની વાત નોંધ કરતા રહજો. અત્યારે બહાર જોઇ લઇશ આ મુલ્લાંને આવા બધા શબ્દોનો પ્રયોગ કર્યા હતા.

રમેશ બિઘુરી સંસદમાં દક્ષિણ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ભાજપના સાંસદ લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે એ સાંભળીની પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન હસ્યા હતા એ વાતથી પણ લોકોમાં નારાજગી જોવા મળી હતી.

ભાજપના સમર્થકોએ મૌન જાળવી રાખ્યું છે, પરંતુ એક સાંસદના આવા અપમાનજનક શબ્દો સાંભળીને ઘણા વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકો ચોંકી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના મોટાભાગના નેતાઓ લોકશાહીના મંદિરની વાત કરે છે, તેમના જ એક સાંસદે કેવા શબ્દોનો ઉપયોગ કર્યો?

રાજ્યસભા સાંસદ અને શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ બિઘુડીના સંબોધનનો એક હિસ્સો શેર કરીને લખ્યું છે કે, કોઇ શરમ બચી નથી. એ પછી રાજનાથ સિંહે ખેક વ્યક્ત કર્યો હતો.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે રમેશ બિઘુડીએ પોતાના સાથR BSP સાંસદ દાનિશ અલી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. પ્રિયંકાએ સવાલ કર્યો કે શું લોકસભા સ્પીકર આની સામે પગલા લેશે?

રમેશ બિઘુડીના અપશબ્દો ઉપયોગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે લોકો એ શોધી રહ્યા છે કે આ રમેશ બિઘુરી કોણ છે?

દિલ્હીમાં જન્મેલા રમેશ બિઘુડીએ બી.કોમ અને એલએલબીની ડિગ્રી મેળવેલી છે. તેમના વ્યવસાય પ્રોફાઇલ માં વકીલ, બિઝનેસ, ખેડુત અને સોશિયલ વર્કર તરીકે બતાવવામાં આવ્યું છે.

રમેશ બિઘુડી વર્ષ 2003થી મે 2014 સુધી દિલ્હીના ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ 2014થી 2019 સુધી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ શહેરી વિકાસ, ઓબીસી કલ્યાણ, શ્રમ અને રોજગાર સંબંધિત ઘણી સમિતિઓમાં સામેલ છે. બિધુરી વૃદ્ધો માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરતારહે છે.

આ પહેલાં પણ તેમણે એક વિવાદીત નિવેદન આપ્યુ હતું. જ્યારે એક માતા-પિતાએ સ્કુલની સમસ્યા માટે સાંસદની મુલાકાત કરી તો બિઘુડીએ કહ્યું કે તો પછી બાળકો પેદા જ શું કામ કર્યા?

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.