આઝાદી બાદ પહેલીવાર સરપંચો અને પંચાયતોને સશક્ત બનાવવાનું કામ PMએ કર્યું: રૂપાલા

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયાના વતન દેવરાજીયા ગામ ખાતે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે વિકાસકાર્યોનો લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. દેવરાજીયા મુકામે રાજ્ય અને કેન્દ્ર સરકારના અનુદાન અને લોકભાગીદારીથી નિર્મિત બસ સ્ટેન્ડ, સાંસ્કૃતિક ઝાંખી ગેલેરી, સેલ્ફી પોઈન્ટ, મહાનુભાવોની પ્રતિમાઓ, સૂચિત થિયેટર હોલ, આર.ફિલ્ટર પ્લાન્ટના રુમનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં થયું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ દેશમાં PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રામ પંચાયતો સશક્ત બની હોવાનું જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ કે, ગ્રામ પંચાયતોના બેન્ક એકાઉન્ટમાં સીધી ગ્રાન્ટ જમા થતી હોવાથી પંચાયત મજબૂત બની છે. PM નરેન્દ્ર મોદીએ સરપંચઓને નાણાપંચની ગ્રાન્ટ ફાળવીને ગામના કામો ગામમાં કરવાનો અધિકારી આપ્યો અને તેના માટે નાણાકીય જોગવાઈ પણ કરી. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે દેવરાજીયાના સરપંચ સગુણાબેન વેકરીયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યુ કે PM નરેન્દ્ર મોદીએ આપેલા 'સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'નું સૂત્ર દેવરાજીયાએ સાર્થક કર્યુ છે. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ મતવિસ્તારના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં એક એક આદર્શ ગામ બને તેવું સૂચન કર્યુ હતુ.

કાર્યક્રમના પ્રારંભે પ્રાસંગિક ઉદ્બબોધન કરતા મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાએ પોતે વર્ષ 2009માં સરપંચ તરીકે દેવરાજીયાની વિકાસયાત્રા આરંભી તે વિશે જણાવ્યુ હતુ. તેમણે દેવરાજીયાની વિકાસયાત્રાના પ્રેરણાસ્રોત તરીકે ગામના વિકાસના સપના સાકાર કરવા બદલ PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ અનુદાન (ગ્રાન્ટ) અને યોજનાઓ અને દેવરાજીયાના દાતાઓની લોકભાગીદારીથી આડે મોડલ દેવરાજીયા તૈયાર થયું છે. દેવરાજીયાએ સરકારની ગ્રાન્ટનો ગુણવત્તાસભર ઉપયોગ કરી અને સૌના સહયોગથી આ કાર્ય સિદ્ધ કર્યુ છે. આ પ્રસંગે તેમણે ગામમાં અગાઉ થયેલા વિકાસકાર્યોની માહિતી પણ આપી હતી.

દેવરાજીયા ગામ અમરેલી-ધારી સ્ટેટ હાઈવે પર જિલ્લાના વડામથકથી 14 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ અને લોકભાગીદારીથી ગામમાં બાળ ક્રિડાંગણ, સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજ લાઈન, સિનિયર સીટીઝન પાર્ક, આધુનિક પ્રાથમિક શાળા, આવાસ યોજના, પાણી વિતરણ. પેવર બ્લોક અને આર.સી.સી. રોડ, આધુનિક સુવિધાઓ જેવી કે કોમ્યુનિટી હોલ, જીમ, આર પ્લાન્ટ, પુસ્તકાલય, સી.સી.ટી.વી મોનિટરીંગ વગેરે દ્વારા આદર્શ ગ્રામ સ્વરુપે ગામનો વિકાસ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp