PMની ‘મનની વાત’થી સમાજ પર સકારાત્મક પ્રભાવ પડે છે: કલેક્ટર, દમણ

PC: PIB

PMની મનની વાતની 100મી કડીનું પ્રસારણ થયું હતું. આ કાર્યક્રમનું દેશભરમાં વિવિધ સ્થળે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. જેમાં આજે દમણ ખાતે 700થી વધુ લોકોએ આ કાર્યક્રમને જોયો હતો.

PM નરેન્દ્ર મોદીની દર મહિને ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારીત થતી મનની વાતનો 100માં એપિસોડનું પ્રસારણ થયું. દેશભરમાં વિવિધ સ્થળોએ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ. ત્યારે દમણમાં સ્વામી વિવેકાનંદ સભાખંડ ખાતે આ કાર્યક્રમનાં પ્રસારણનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત દમણ જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ જણાવ્યું હતું કે PMનાં મનની વાત કાર્યક્રમથી સમાજનાં અજાણ્યા વ્યક્તિત્વને ઓળખ મળે છે. તેમના કામને બિરદાવવાથી તેમનો ઉત્સાહ વધે છે અને પરિણામે સમાજમાં એક સકારાત્મક પ્રભાવ પડે છે. આ કાર્યક્રમ દરેક વ્યક્તિએ સાંભળવો જોઈએ એવી પણ તેમને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં દાદરા નગહવેલી, દીવ અને દમણનાં માહિતી અને પ્રચાર વિભાગનાં સચિવ એસ અસકર અલી, દમણ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રા, લોકપ્રતિનિધિઓ, હોટલ, ઉદ્યોગ જેવા વિવિધ એસોસિએશનનાં પ્રમુખો, શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર અને વિદ્યાર્થીઓ, માજી સૈનિકો સહિત સમાજનાં વિવિધ વર્ગનાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp