અદાણીનું કૌભાંડ 20 નહીં 32 હજાર કરોડનું છે-રાહુલે કર્યો નવો આરોપ

PC: twitter.com

એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણી મુશ્કેલી વર્ષ 2023 જાન્યુઆરીથી શરૂ થઇ હતી, હજુ મુશ્કેલી કેડો મુકતી નથી. જાન્યુઆરીમાં અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ પછી ગૌતમ અદાણીની સંપતિને મોટું નુકશાન થયું અને ગ્રુપ કંપનીના શેરોમાં પણ ગાબડાં પડ્યા હતા. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો છે કે ગૌતમ અદાણીનું 20,000 કરોડનો ગોટાળો નથી, પરંતુ 32,000 કરોડનો ગોટાળો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, આ હું નથી કહેતા, લંડન ફાયનાન્શીઅલ ટાઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણીની કંપનીએ ઇન્ડોનેશિયામાંથી કોલસો ખરીદ્યો અને ભારત આવતા આવતા ભાવ બમણાં થઇ ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ લોકોના ગજવામાંથી પૈસા ગયા છે,કારણકે, આને કારણે વીજળી મોંઘી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp