26th January selfie contest

PM મોદીએ વખાણ કરતા નેતા બોલ્યા- 'ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.'

PC: twitter.com\

નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન શુક્રવારે PM નરેન્દ્ર મોદી ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે નાગાલેન્ડમાં પ્રચાર કર્યો. શુક્રવારે PM નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે નાગાલેન્ડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નાગાલેન્ડ બીજેપી ચીફ તેમજેન ઈમના અલંગના ખૂબ વખાણ કર્યા. આનો એક વીડિયો તેમજેન ઇમના અલંગ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને એક અનોખું કેપ્શન લખવામાં આવ્યું છે.

PM નરેન્દ્ર મોદી દ્વારા અલંગના વખાણ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે આ વીડિયોમાં કહ્યું છે કે અમારા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ તેમજેન ઇમનાએ નાગાલેન્ડને દુનિયા સમક્ષ સારી રીતે રજૂ કર્યું છે. તેમને આખો દેશ સાંભળે છે. તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર નાગાલેન્ડ અને પૂર્વોત્તરના લોકોનું શાનદાર પ્રતિનિધિત્વ કર્યું છે. હું પણ તેમને સોશિયલ મીડિયા પર જોતો રહું છું.

PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વખાણ પર તેમજેન ઇમના ખૂબ જ ખુશ છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે PM નરેન્દ્ર મોદીને ગુરુજી કહ્યા છે. 32 સેકન્ડનો આ વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે 'ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.' તમને જણાવી દઈએ કે નાગાલેન્ડના બીજેપી પ્રદેશ અધ્યક્ષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની બોલવાની અને પોસ્ટ શેર કરવાની અનોખી સ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ થઈ ગયા છે.

ભૂતકાળમાં તેમણે સોશિયલ મીડિયા પર પોતાની વાંસની બનેલી બોટલોની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટને શેર કરતી વખતે તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, બમ્બૂ દેને કે નહીં, બમ્બૂ સે પાની પીને કા. તમને જણાવી દઈએ કે ટેમજેન પોતાની અનોખી શૈલીમાં ભાષણ આપવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા માટે જાણીતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp