
બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે સોમવારે CBIની ટીમ પહોંચી હતી અને રાબડી દેવીની 4 કલાક સુધી પૂછપરછ કરી હતી. કહેવાય છે કે, તપાસ એજન્સીએ IRCTC કૌભાંડ એટલે કે જમીનના બદલે રેલવેમાં નોકરી મામલે પૂર્વ CMની પૂછપરછ કરી હતી. 12 ઓફિસરની ટીમે રાબડી દેવીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમના બંને દીકરા તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ પણ હાજર હતા. પૂછપરછ બાદ બહાર આવીને રાબડી દેવીએ કહ્યું હતું કે, આ બધું અમારે ત્યાં ચાલતું રહે છે.
રાબડી દેવીના દીકરા અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, જે દિવસે અમારી મહાગઠબંધનની સરકાર બની ત્યારે જ મેં કહ્યું હતું કે, આ સિલસિલો ચાલતો રહેશે. જો તમે ભાજપની સાથે રહેશો તો રાજા હરીશચંદ્ર કહેવાશો. પરંતુ અમને આનાથી કોઈ ફરક નથી પડતો, બિહારની જનતા બધુ જોઈ રહી છે.
#WATCH | Patna: Former Bihar CM Rabri Devi says, "This is nothing. This has been the case since the beginning...," as she reacts to CBI's visit to her residence in Patna today in land-for-job case. pic.twitter.com/aug43nXv2E
— ANI (@ANI) March 6, 2023
શું છે ‘લેન્ડ ફોર જોબ સ્કેમ’, જેના કારણે રાબડી દેવીના ઘરે પહોંચી CBIની ટીમ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવીના ઘર પર CBI પહોંચી ગઈ છે. CBI ‘લેન્ડ ફોર જોબ સ્કેમ’ એટલે કે જમીનના બદલે નોકરી કૌભાંડની તપાસ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આજે સવારે CBIની ટીમ પટના સ્થિત રાબડી દેવીના ઘરે પહોંચી છે. CBIની ટીમ એવા સમયે પહોંચી છે, જ્યારે હાલમાં જ દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે લાલુ પ્રસાદ યાદવના પરિવારને સમન્સ પાઠવ્યા છે. 'લેન્ડ ફોર જોબ સ્કેમ'માં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેમની દીકરી મીસાએ 15 માર્ચના રોજ કોર્ટમાં ઉપસ્થિત થવાનું છે.
આ કૌભાંડ એ સમયનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા. દાવો છે કે, લાલુ પ્રસાદ યાદવે રેલ મંત્રી રહેવા દરમિયાન રેલવેમાં લોકોને નોકરી આપવાના બદલામાં તેમની પાસેથી જમીન લીધી હતી. લાલુ પ્રસાદ યાદવ વર્ષ 2004-09 સુધી રેલ મંત્રી હતા. આ કેસમાં ગયા વર્ષે 10 ઓક્ટોબરના રોજ CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે જ જુલાઈમાં CBIએ ભોલા યાદવની ધરપકડ કરી હતી, જે લાલુ યાદવના રેલ મંત્રી રહેતા તેમના OSD હતો.
શું છે 'લેન્ડ ફોર જોબ સ્કેમ'?
'લેન્ડ ફોર જોબ સ્કેમ' 14 વર્ષ જૂનો છે. આ કેસમાં ગયા વર્ષે 18 મેના રોજ CBIએ કેસ દાખલ કર્યો હતો. CBIના જણાવ્યા મુજબ, લોકોને પહેલા રેલવેમાં ગ્રુપ Dના પદો પર સબ્સ્ટિટ્યુટ તરીકે ભરતી કરવામાં આવ્યા અને જ્યારે તેમના પરિવારે જમીનની ડીલ કરી તો તેમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા.
CBIનું કહેવું છે કે, પટનામાં લાલુ પ્રસાદ યાદવના પરિવારે 1.05 લાખ વર્ગ ફૂટ જમીન પર કથિત રીતે કબજો કરી રાખ્યો છે. આ જમીનની ડીલ રોકડમાં થઈ હતી એટલે કે લાલુ પરિવારે રોકડ આપીને આ જમીનોને ખરીદી હતી. CBI મુજબ આ જમીન ખૂબ જ ઓછી કિંમતમાં વેચી દેવામાં આવી હતી.
CBIને એ પણ જાણવા મળ્યું કે, ઝોનલ રેલવેમાં સબ્સ્ટિટ્યુટની ભરતીની કોઈ જાહેરાત કે પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ જે પરિવારોએ યાદવ પરિવારને પોતાની જમીન આપી, તેમના સભ્યોને રેલવેમાં મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નિમણૂક કરવામાં આવી.
એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુજબ કેટલાક ઉમેદવારોની અરજીઓને અપ્રુવ કરવામાં ઉતાવળ કરવામાં આવી. કેટલીક અરજીઓને 3 દિવસમાં જ અપ્રુવ કરી દેવામાં આવી. પશ્ચિમ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ ઉમેદવારોની અરજીઓને આખા સરનામા વિના પણ અપ્રુવ કરી દેવામાં આવી અને નિમણૂક કરી દેવામાં આવી.
કુલ મળાવીને લાલુ પ્રસાદ યાદવ એન્ડ ફેમિલીએ કથિત રીતે 7 ઉમેદવારોને જમીનના બદલે નોકરી આપી. તેમાંથી 5 જમીનોનું વેચાણ થયું હતું, જ્યારે 2 ગિફ્ટ તરીકે આપી દેવામાં આવી હતી.
આ બધો ખેલ ક્યારે થયો?
વર્ષ 2004-09માં કેન્દ્રમાં UPA સરકાર હતી. એ સરકારમાં લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા. જમીનના બદલે નોકરીનો આ આખો ખેલ એ દરમિયાન થયો.
CBIએ આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી, દીકરી મીસા યાદવ અને હેમા યાદવ સહિત કેટલાક ઉમેદવારોને આરોપી બનાવવામાં આવ્યા છે.
CBIનો આરોપ છે કે, લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલ મંત્રી હતા તો તેમણે ગ્રુપ Dમાં સબ્સ્ટિટ્યુટ તરીકે ભરતીના બદલે જમીનો લીધી અને તેને પોતાના પરિવારના નામ પર ખરીદવામાં આવી.
CBI આરોપ લગાવ્યો કે, લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલ મંત્રી હતા તો તેમણે જમીનના બદલે 7 અયોગ્ય ઉમેદવારોને રેલવેમાં નોકરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp