રાહુલે વિદેશ જઈને દેશ અને તેની સંસ્થાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છેઃ ઈરાની

PC: khabarchhe.com

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લંડનમાં આપેલા નિવેદનને લઈને કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. સ્મૃતિ ઈરાનીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધીએ એવા દેશમાં જઈને વિદેશી તાકાતોનું આહવાન કર્યું, જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવવાનો રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની સંસદ પાસે માફી માંગવી જોઈએ.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે તમે વિદેશમાં કહ્યું કે તેમને દેશની કોઈપણ યુનિવર્સિટીમાં બોલવાનો અધિકાર નથી. એવું છે તો 2016 માં, જ્યારે દિલ્હીની એક યુનિવર્સિટીમાં 'ભારત તેરે ટુકડે હોંગે' ના નારા લાગી રહ્યા હતા, ત્યારે તમે ત્યાં જઈને તેનું સમર્થન કર્યું, તે શું હતું?

બીજેપી નેતા ઈરાનીએ કહ્યું, રાહુલ ગાંધીએ એવા દેશની મુલાકાત લઈને વિદેશી તાકાતોનું આહ્વાન કર્યું જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવવાનો રહ્યો છે. ભારતની લોકશાહી પ્રણાલીને તોડી પાડતી વખતે, રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો કે શા માટે વિદેશી દળો ભારત પર આવીને હુમલો નથી કરતા.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશની સંસદમાં માફી માંગવી જોઈએ. તેમણે વિદેશ જઈને દેશ અને તેની સંસ્થાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે. રાહુલ, મોદી વિરોધમાં દેશ વિરોધી થઈ ગયા અને લંડનમાં બેસીને લોકશાહીનું અપમાન કર્યું.

તાજેતરમાં રાહુલ ગાંધી લંડનના પ્રવાસે ગયા હતા. અહીં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કહ્યું કે સંસદમાં માઈક બંધ કરી દેવામાં છે, વિપક્ષ પોતાનો અવાજ ઉઠાવી શકતો નથી. તેમણે કહ્યું કે વિપક્ષનો કોઈ નેતા કોઈપણ યુનિવર્સિટીમાં બોલી શકતો નથી, ભારતમાં લોકશાહી પર સીધો હુમલો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp