રાજ ઠાકરેએ આપ્યું NDAને સમર્થન, PM મોદીની પ્રશંસા પણ CM શિંદે પર કટાક્ષ

PC: ANI

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે મુંબઈના શિવાજી પાર્કથી ગુડી પડવા રેલીને સંબોધિત કરી. તેમણે પોતાના ભાષણની શરૂઆત હિન્દુ ભાઈઓ અને બહેનોના સ્વાગતથી કરી. રાજ ઠાકરેએ કહ્યું કે, MNS પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શરત વિના સમર્થન આપી રહી છે. જો તમને યાદ હોય તો ભારતીય જનતા પાર્ટી (BJP) અગાઉ, હું પહેલો વ્યક્તિ હતો, જેણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને. 370 માટે મેં પ્રશંસા કરી. મને કોઈ વસ્તુ પસંદ આવે છે ઓ હું તેની પ્રશંસા કરું છું. જો મને કોઈ વસ્તુ પસંદ આવતી નથી તો હું તેની પ્રશંસા કરતો નથી.

રાજ ઠાકરેએ કહ્યું કે, એક વર્ષથી વધુ સમય સુધી મને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંપર્ક કર્યો. મારી સાથે દેવેન્દ્ર ફડણવીસે સંપર્ક કર્યો. મેં કહ્યું હતું કે, કોઈ સાથે જોડાવું નથી. હું પોતાની પાર્ટીના ચૂંટણી ચિહ્ન સાથે સમજૂતી કરવા માગતો નહોતો. મને લોકસભા, રાજ્યસભા કે MLC નથી જોઈતી. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ શરત વિના સમર્થન આપું છું. અમિત શાહ સાથે મુલાકાત બાદ ઘણા પ્રકારની ખબરો ઉડવા લાગી. દરેક પ્રકારની ખબરો ચાલવા લાગી હતી. મને મજા આવી રહી હતી. એ દિવસે મારી અમિત શાહ સાથે મુલાકાત થઈ. ત્યારે સમાચાર આવ્યા હતા કે હું શિંદેની શિવસેનાનો પ્રમુખ બનીશ? આ કેવી ખબરો છે? હું કોઈ પાર્ટીને તોડતો નથી. હું કોઈને આધીન કામ કરતો નથી. હું માત્ર MNS પાર્ટીનો પ્રમુખ બનીશ.

તેમણે વધુમાં કહ્યું કે, સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને જુઓ, કયા પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાતો કરી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી પદ ઇચ્છતા હતા. આ બધુ એટલે કરી રહ્યા છે કેમ કે તમારી પાર્ટી હવે તૂટી રહી છે. મહારાષ્ટ્રમાં 5 વર્ષ બાદ ચૂંટણી થઈ રહી છે. હજુ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની બાકી છે. કાલે મેં સમાચાર વાંચ્યા, મ્યુનિસિપલ કોર્પોરેશન હૉસ્પિટલના ડૉક્ટર અને સિસ્ટર ચૂંટણી કાર્યમાં લાગ્યા છે. હું હૉસ્પિટલના ડૉક્ટર અને સિસ્ટર્સને આગ્રહ કરું છું કે, તેઓ દર્દીઓ માટે કામ કરે, જો તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે તો હું છું તમારી સાથે.

ભારતમાં સૌથી યુવા વસ્તી તરફ ઈશારો કરતા કહ્યું કે, તેમને ઉચિત શિક્ષણ અને રોજગારની જરૂરિયાત હશે અને જો એમ ન થયું તો દેશમાં અરાજકતા ફેલાઈ જશે. તેમણે આ લોકસભા ચૂંટણીને દેશનું ભવિષ્ય નક્કી કરનારી બતાવી અને આ મહત્ત્વપૂર્ણ સમયમાં ભારતનું નેતૃત્વ કરવા માટે નરેન્દ્ર મોદી સારા વ્યક્તિ છે. જો કે, એ સ્પષ્ટ નથી કે MNS લોકસભાની ચૂંટણી માટે કોઈ ઉમેદવાર ઉતારશે કે નહીં. ઠાકરે પોતાના કેડરથી આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે, એ સંકેત આપતા કે વિધાનસભાની ચૂંટણીમાં સમર્થન અને સીટોની હિસ્સેદારીની આશા રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp