રાજકોટના મેયરે જણાવ્યું- રાજકારણમાં પ્રવેશતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી

PC: khabarchhe.co

રાજકોટ - ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા એક રાજકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન સરદાર પટેલ ભવન માયાણી ચોક મવડી રોડ રાજકોટ ખાતે તારીખ 25 જૂને કરવામાં આવ્યું હતું. પ્રથમ વકતવ્ય શિવરાજ પટેલે આપ્યું હતું. વક્તવ્યમાં શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, હંમેશ માટે પોલિટિક્સમાં આવતા પહેલા તમારે અનેક બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે, પોલિટિક્સમાં આવતા પહેલા તમારે કોઈપણ એક પાર્ટી પસંદ કરવાની રહે છે, પાર્ટીના પસંદગીના ધોરણમાં પાર્ટીની પ્રવૃત્તિ, એમને કરેલા કાર્યો, એમને કરેલા વિકાસના કાર્યને ધ્યાનમાં રાખી કોઈપણ વ્યક્તિ પોતાની પાર્ટીને પસંદ કરતો હોય છે. આમ પણ જ્યારે રાજકારણમાં પ્રવેશ કરતી વખતે એમને એમ પણ કહ્યું હતું કે, વ્યક્તિએ પોતાના રોડ મોડલ તરીકે કોઈ સર્વ ગુણ સમાં રાજકારણી વ્યક્તિને પસંદ કરવો જોઈએ. એમની આઇડ્યાલોજીને વરીને કાર્ય કરવા માટે આગેકૂચ કરવી જોઈએ. જેમની અંદર તમામ રાજકારણના ગુણો હોવા જોઈએ સાથે સાથે એમને અનેક ઉદાહરણના માધ્યમથી રાજકારણમાં પ્રવેશ કરતા શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના પર પણ પ્રકાશ પાડ્યો હતો. કોઈપણ પાર્ટી પરના મત મતાંતરો વગર એમને સુંદર મજાનું જ્ઞાન લોકોને આપ્યું હતું. સાથે સાથે ફાઇનાન્સની શું જરૂર પડે અને રાજકારણમાં ફાઇનાન્સનું શું મહત્વ હોઈ છે એના વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. અને શિવરાજ પટેલ સાહેબના સુંદર વક્તવ્ય બદલ બેઠેલ લોકોએ એમને તાળીના નાદથી ખૂબ પ્રતિસાદ આપ્યો હતો.

કાર્યક્રમમાં દ્વિતીય વક્તવ્ય રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવે આપ્યું હતું. એક સામાન્ય કાર્યકરથી લઈને મેયર સુધીની મંજિલ અમને સફળ કરી હતી. ત્યારે રાજકોટના મેયર તરીકે એમને ખૂબ જ વિકાસના સ્વપ્નને સાકાર કર્યું છે ત્યારે રાજકારણમાં પ્રવેશતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. લોકોની સેવાઓ કરવી પડે છે એમના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વખત રાજકારણમાં હોય ત્યારે આપણે જે વિસ્તારમાં હોય એ આપણો મતવિસ્તાર જ આપણો એક પરિવાર બને છે એ પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિની ચિંતા હંમેશ માટે આપણે કરવાની રહે છે. સાથે સાથે સાહેબે કીધું કે હંમેશ માટે હું એ વિસ્તારના લોકો માટે જે ચિંતિત રહેતો હોઉં છું અને લોકો માટે ચિંતિત રહેવાથી ક્યારેક પરિવારિક એટલે કે પરિવાર પણ ભુલાતો જતો હોય છે. એક કિસ્સાને યાદ કરી પ્રદિપ ડવ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે, રાજકારણમાં કામ કરતા સમયે પરિવારને સમય નથી આપી શકાતો. પરિવારની ખુશીઓનો પણ ત્યાગ કરવો પડે છે. પ્રદિપ ડવે પોતાનો એક વ્યક્તિગત કિસ્સો કહ્યો એ સમયે તેઓ ભાવુક થયા હતા.

ડો. પ્રદિપ ડવે સેમિનારમાં પોતાના વ્યક્તિગત અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, એક રાજકારણીનું જીવન ખૂબ જ કપરૂં હોય છે. લોકો એમ માનતા હોય છે કે રાજકીય વ્યક્તિ મોજશોખ પૂરા કરે છે, પરંતુ વાસ્તવમાં તેવું હોતું નથી. પોતાના પરિવાર સાથે બહાર જમવા જવાનો પ્રોગ્રામ કર્યો પરંતુ આ પ્રોગ્રામ પણ રદ્દ કરવો પડે છે. તેમના દીકરાના જન્મદિવસનો કિસ્સો વર્ણવતા કહ્યુ હતું કે મારો 7 વર્ષનો દીકરો છે. તેનો જન્મદિવસ હતો. અમે સાંજે બહાર જવાનું નક્કી કર્યું હતું પરંતુ મારે 7 વાગ્યે એક કાર્યક્રમમાં હાજર રહેવું પડ્યું. ત્યાંથી ફ્રી થવામાં ઘણો સમય લાગ્યો. જ્યારે હું રાત્રે 9.30 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે તે સૂઇ ગયો હતો. આ વાત યાદ કરતા મેયર ડો.પ્રદિપ ડવ ભાવુક થઈ ગયા હતા. વધુમાં તેઓએ કહ્યું હતું કે, આપણે જે સ્થળે હોઈએ ત્યાં નિષ્ઠાથી કામ કરીએ. રાજકોટના મેયર તરીકે મારી ફરજ છે તો રાજકોટને શું આપી શકું તે દિશામાં આપણા પ્રયત્ન હોવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp