26th January selfie contest

ગુજરાતમાં નથી બદલાવવાના મુખ્યમંત્રી, બધી અફવા છે

PC: twitter.com

હાલમાં સોશિયલ મીડિયામાં નેતૃત્વ પરીવર્તનની વાત સામે આવી હતી. આ અફવા અને પાયાવિહોણી હોવાનું સામે આવી રહ્યું છે કેમ કે, સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોઈ નેતૃત્વ પરીવર્તન નહીં થાય.

મનસુખ માંડવિયા અને ભીખુભાઈ દલસાણિયાના નામ સોશિયલ મીડિયામાં CM પદ માટે ચર્ચામાં સામે આવ્યા હતા. આ અફવા સોશિયલ મીડિયા પર વોટ્સએપ પોસ્ટ વાયરલ થયા બાદ સત્તાવાર સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

CM તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તનની વાત પાયા વિહોણી હોવાનું સામે આવી રહ્યું છે.  ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના કોઈ દૂરના સંકેત દેખાતા નથી. નેતૃત્વ પરિવર્તનની વાતો પાયાવિહોણી છે. સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે યથાવત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્રની તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે. જે અહેવાલમાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે પણ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp