BJP MPએ કહ્યું- ઈસ્કોન કસાઇઓને ગાયો વેચે છે, સંસ્થાએ મોકલી 100 કરોડની નોટિસ
.jpg)
ભાજપના સાંસદ મેનકા ગાંધીએ થોડા દિવસ પહેલા ઈસ્કોન પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે, ઈસ્કોનવાળા કસાઈઓને ગાયો પણ વેચે છે. આવા ગંભીર આરોપોને ઈસ્કોન મંદિર દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. આ મામલે ઈસ્કોન સંસ્થાએ કાયદાકીય પગલાની પણ તૈયારી કરી લીધી છે અને મેનકા ગાંધીને 100 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે. ઈસ્કોન તરફથી કહેવામાં આવ્યું છે કે, અમારા ભક્તો, સમર્થકો અને શુભચિંતકોનું વૈશ્વિક સમુદાય આ અપમાનજનક, નિંદનીય અને દુર્ભાવનાપૂર્ણ આરોપોથી ખૂબ દુખી છે. અમે ઈસ્કોન સામેના ભ્રામક પ્રચાર વિરુદ્ધ ન્યાયની તલાશમાં કોઈ કસર નહીં છોડીએ.
BJP સાંસદ મેનકા ગાંધીનો આરોપ- ઈસ્કોન ચીટર છે, કસાઇઓને ગાયો વેચે છે
ભાજપા સાંસદ મેનકા ગાંધીએ ઈસ્કોન પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈસ્કોન દેશમાં સૌથી મોટા ચીટર છે. કારણ કે, તેઓ પોતાની ગૌશાળાઓમાંથી ગાયોને કસાઇઓને વેચે છે. ભાજપા સાંસદ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ઈસ્કોને ખોટા ગણાવ્યા છે.
The biggest cheater in India today is #ISKCON.
— Avishek Goyal (@AG_knocks) September 26, 2023
ISKCON is selling all its cows to the butchers- BJP MP Maneka Gandhi
Allegations are serious,needs to be investigated.
pic.twitter.com/9Ie4MK3IcF
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પશુ સંરક્ષણના મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર સતત મુખર રહે છે. વાયરલ થયેલા એક વીડિયોમાં તે કહે છે કે, ઈસ્કોન દેશમાં સૌથી મોટું ચીટર છે. તેઓ ગૌશાળામાં ગાયોને રાખવાના નામ પર વિશાળ જમીન સહિત સરકાર પાસેથી લાભ પ્રાપ્ત કરે છે. પણ તેઓ ગૌશાળાની ગાયોને કસાઇઓને વેચે છે.
મેનકા ગાંધીનું શું હતું આખું નિવેદન
તેમણે કહ્યું કે, હું આંધ્ર પ્રદેશમાં ઈસ્કોનની અનંતપુર ગૌશાળામાં ગઇ હતી. ત્યાં મેં જોયું કે કોઇપણ એવી ગાય નહોતી જે દૂધ ન આપતી હોય કે વાછરડા ન આપતી હોય. આખી ડેરીમાં એકપણ સૂખી ગાય નહોતી. એકપણ વાછરડું નહોતું. તેઓ અર્થ એ છે કે, બધા વેચી દેવામાં આવ્યા હતા. ઈસ્કોન તેની બધી ગાયોને કસાઇઓને વેચી દે છે. ઈસ્કોન તરફથી એવા દાવા થતા રહ્યા છે કે, તેઓ જેટલું કરે છે એટલું કોઇ કરતું નથી. સાથે તેઓ રસ્તા પર હરે રામ હરે કૃષ્ણ ગાતા રહે છે. પછી તેઓ કહે છે કે, તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે. પણ કદાચ કોઇએ પણ આટલી ગાયો કસાઇઓને નથી વેચી જેટલી ઈસ્કોને વેચી છે.
ઈસ્કોન દ્વારા શું કહેવાયું
આરોપોને નકારતા ઈસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે, ધાર્મિક સંસ્થા ન માત્ર ભારતમાં પણ વિશ્વ સ્તરે ગાયો અને બળદોની સુરક્ષામાં આગળ રહી છે. તેમની સેવા જીવન ભરની જાતી છે. તેમને કસાઇઓને વેચવામાં આવતા નથી. આરોપો એકદમ ખોટા છે.
ઈસ્કોન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈસ્કોને દુનિયાના ઘણાં ભાગોમાં ગાય સંરક્ષણનો બેડો ઉઠાવ્યો છે. જ્યાં ગૌમાંસ એક મુખ્ય આહાર છે. તે સ્થાનો પર પણ ઈસ્કોન કામ કરી રહ્યું છે. શ્રીમતી ગાંધી એક પ્રસિદ્ધ પશુ અધિકાર કાર્યકર્તા અને ઈસ્કોનના શુભચિંતક છે. માટે અમે આ નિવેદનોથી આશ્ચર્યમાં છે.
#WATCH | West Bengal | On BJP MP Maneka Gandhi's remark, Vice-President of ISKCON Kolkata, Radharamn Das says, "The comments of Maneka Gandhi were very unfortunate. Our devotees across the world are very hurt. We are taking legal action of defamation of Rs 100 Crores against her.… pic.twitter.com/wLkdrLLsVd
— ANI (@ANI) September 29, 2023
ઈસ્કોનના દુનિયાભરમાં ઘણાં મંદિરો અને લાખો ભક્ત છે. થોડા મહિના પહેલા ઈસ્કોન ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમના એક ભિક્ષુએ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની ટીકા કરી હતી. ઈસ્કોને ભિક્ષુ અમોઘ લીલા દાસ પર તરત કાર્યવાહી તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp