220 કરોડ રૂપિયા રોકડા જેમને ત્યાંથી મળ્યા એ ધીરજ સાહુ કોણ છે?

PC: twitter.com

ઝારખંડના કોંગ્રસ નેતાના સ્થળો પર આવકવેરા વિભાગે દરાડો પાડેલા છે અને અત્યાર સુધીમાં 220 કરોડ રૂપિયાની રોકડ આવકવેરા અધિકારીઓએ જપ્ત કરી છે. આ રોકડ રકમ ગણવા માટે 30થી વધારે મશીનો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કેટલાંક મશીનો  નોટ ગણત ગણતા બગડી ગયા હતા. હવે એ વાતની ચર્ચા ચાલી રહી છે કે 220 કરોડ રૂપિયા જેના પકડાયા છે એ કોંગ્રેસ નેતા કોણ છે?

આવકવેરા વિભાગે જેમના 8 સ્થળોએ દરોડા પાડ્યા છે તે કોંગ્રેસ નેતાનું નામ ધીરજ પ્રસાદ સાહુ છે અને તેઓ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તેઓ ત્રીજી વખત રાજ્યસભમાં પહોંચ્યા છે. સાહુ ચતરા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. તેમનો પરિવાર દારૂના બિઝનેસ સાથે સંકળાયેલો છે. ઝારખંડમાં તેમની બલદેવ સાહુ એન્ડ ગ્રુપ કંપની આવેલી છે. આ કંપની ઓડિસમાં 40 વર્ષ પહેલાં દેશી દારૂ બનાવવાનું શરૂ કર્યુ હતું. વર્ષ 2018માં રાજ્યસભા સાંસદનું ફોર્મ ભરતી વખતે ધીરજ પ્રસાદુ એફિડેવીટમાં 34.83 કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp