પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં ભાજપ એક પણ સીટ કેમ ન જીતી શકી?

PC: twitter.com

પશ્ચિમ બંગાળમાં 10 જુલાઇએ 4 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી થઇ હતી અને તેના પરિણામો 13 જુલાઇએ જાહેર થયા. મમતા બેનર્જિની પાર્ટી TMCએ ચારેય બેઠકો પર ક્લીન સ્વીપ કરી દીધી હતી. ભાજપને એક પણ બેઠક મળી નહોતી.

લોકસભા 2024માં પણ ભાજપને પશ્ચિમ બંગાળમાં મોટો ફટક પડ્યો હતો. ભાજપ માત્ર 12 બેઠકો જ જીતી શકી હતી.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે,સામાન્ય રીતે ભાજપ આક્રમક રીતે ચૂંટણી લડે છે અને જીતે છે, પરંતુ લોકસભા 2024ના પરિણામો પછી ભાજપની કેડર સુસ્ત થઇ ગઇ છે. મોટા નેતાઓમાં પણ કોઇ ઉત્સાહ જોવા મળતો નથી. એટલે ભાજપને ફટકો પડ્યો.

ભાજપે પશ્ચિમ બંગાળમાં સુકાંત મઝુમદારને પેટા ચૂંટણીની જવાબદારી સોંપેલી અને તેઓ અત્યારે કેન્દ્રમાં મંત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp