નીતિશ કેમ એવું કહે છે કે ગઠબંધન તોડવા માટે RJD કરતા કોંગ્રેસ વધારે જવાબદાર?

PC: newsnationtv.com

બિહારમાં છેલ્લાં 3 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવી ગયો છે અને નીતિશ કુમારે RJD સાથેનું ગઠબંધન તોડીને ભાજપ સાથે મળીને સરકાર બનાવી દીધી છે. નીતિશ કુમારે સવારે રાજીનામું આપ્યું અને સાંજે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઇ લીધા છે. નીતિશ કુમાર જ્યારે રવિવારે સવારે રાજ્યપાલને રાજીનામું આપવા ગયા પછી બહાર આવ્યા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમા કહ્યું હતું કે, કામ હું કરતો હતો અને ક્રેડીટ RJD લઇ રહી હતી. બંને પક્ષોએ બધું બરાબર નહોતું ચાલતું એટલે ગઠબંધન તોડી નાંખ્યું છે. જો કે એ પછી નીતિશિ કહ્યું છે કે,ગઠબંધન તુટવા માટે RJD કરતા પણ વધારે કોંગ્રેસ જવાબદાર છે.

રવિવારે સવારે રાજભવનમાંથી બહાર આવ્યા બાદ જ્યારે નીતિશ કુમારને મહાગઠબંધન છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે RJD પર સીધો હુમલો કરવાને બદલે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.તેમણે કહ્યું કે રાજીનામું આપવાની જરૂર એટલા માટે પડી કારણ કે બધું બરાબર નથી ચાલી રહ્યું. અમે કંઈપણ બોલવાનું બંધ કરી દીધું હતું, દરેકનો અભિપ્રાય આવી રહ્યો હતો, ચારે બાજુથી પાર્ટીનો અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યો હતો, ત્યાર બાદ અમે આ નિર્ણય લીધો હતો.

INDIA ગઠબંધન અંગે નીતિશ કુમારે કહ્યું કે અમે વિપક્ષને એક કરવા માટે ખૂબ જ મહેનત કરી પરંતુ બીજી બાજુ કોંગ્રેસ તરફથી કંઈ થઈ રહ્યું નહોતું. જે ગઠબંધન થયું હતું તેમાં પણ સ્થિતિ સારી દેખાઈ રહી નથી. એક પક્ષ દ્વારા જે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે તે અમને ખરાબ લાગ્યા.

હવે સવાલો ઉઠી રહ્યા છે કે ગઠબંધન તૂટ્યા બાદ નીતિશ કે JDUએ RJD કે લાલુ પરિવાર પર સીધો પ્રહાર કરવાને બદલે આ માટે કોંગ્રેસને કેમ જવાબદાર ગણાવી? આ વ્યૂહરચના પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે.

નીતિશ કુમારે ઓગસ્ટ 2022માં RJD સાથે ગઠબંધન કર્યું ત્યારથી અત્યાર સુધી એવી કોઇ બબાલ કે અસંતોષનું કારણ હતું જ નહીં. RJDના નેતાઓએ પણ એવું કોઇ કામ નહોતું કર્યું જેને કારણે સરકાર ઉથલાવવી પડે. લગભગ 17 મહિના સુધી સારી રીતે સરકાર ચલાવી રહેલા નીતિશ કુમાર ગઠબંધન તોડવા માટે જંગલરાજ જેવા શબ્દ પ્રયોગો પણ ખરી શકે તેમ નહોતા, કારણકે ગૃહ મંત્રાલય અને સત્તા બંને તેમની પાસે હતા.

નીતિશ કુમારે RJD પર પ્રહારો ન કરવા માટેનું બીજું સૌથી મોટું કારણ એ છે કે નીતિશ કુમાર મારફતે NDA બિહાર અને દેશના લોકોને સંદેશ આપવા માંગે છે કે INDIA ગઠબંધનમાં પરસ્પર નેતૃત્વની લડાઈ છે અને તેમને દેશની નહીં, પરંતુ પોત પોતાના અસ્તિતિવની ચિંતા છે. બીજું કે NDA એવો પણ મેસેજ આપવા માંગે છે કે જે INDIA ગઠબંધનને ઉભું કરનારા નીતિશ જ જ્યારે ગઠબંધન છોડી રહ્યા છે તો હવે એનું કોઇ રાજકીય ભવિષ્ય નથી.

JDUના પ્રવક્તા કે સી ત્યાગે કોંગ્રેસને જવાબદાર ગણીને કારણો પણ ગણાવી દીધા હતા. કેસી ત્યાગીએ કહ્યું કે, કોંગ્રેસનું કોકસ INDIA ગઠબંધનના નેતૃત્વને હડપ કરવાનું છે. કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા માંગતી હતી. 19 ડિસેમ્બરે અશોકા હોટેલમાં મળેલી મીટિંગમાં ષડયંત્રના ભાગરૂપે INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે ખડગેનું નામ સૂચવવામાં આવ્યું હતું. અગાઉ મુંબઈમાં યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોઈનો ચહેરો આગળ કર્યા વિના કામ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, વાસ્તવમાં તમામ બિન-કોંગ્રેસી પ્રાદેશિક પક્ષો, પછી તે BSP, SP, RJD, JDU, મમતા બેનર્જીની પાર્ટી હોય કે શરદ પવારની પાર્ટી, આ તમામ પાર્ટીઓએ કોંગ્રેસ સાથે લડીને રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કોંગ્રેસ પાર્ટી તેના સર્વાઇવલ સમયગાળામાંથી પસાર થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp