રશિયાના પ્રેસિડન્ટ પુતિન આ કારણે કરી રહ્યા છે પ્લેનની જગ્યાએ ટ્રેનમાં મુસાફરી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગણતરી વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાં થાય છે. યૂક્રેન પર હુમલો કર્યા બાદથી જ તેઓ વિશ્વના નેતાઓના નિશાના પર આવી ગયા છે. તેઓ વિદેશી નેતાઓની સાથે સાથે હવે તેમના જ દેશના નેતાઓના નિશાના પર આવી ગયા છે. ભલે તેમની સામે કોઈ ખુલ્લેઆમ બોલતું નથી, પરંતુ રશિયાના કેટલાક મોટા નેતાઓ તેમને સત્તા પરથી હટાવવા માંગે છે. જે બાદ પુતિનને તેમની હત્યાનો ડર સતાવી રહ્યો છે.

પોતાની હત્યાની સંભાવનાથી ડરેલા પુતિને તેમની દિનચર્યા સહિત ઘણા કામોમાં બદલાવ કરી દીધો છે. પુતિન હવે મુસાફરી કરવા માટે એક ખાસ પ્રકારની ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. પુતિન સાથે જાસૂસીની તાલીમ લેનાર એક પૂર્વ કેજીબી સહયોગીએ દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિને તેમના પ્લેનને તોડી પાડવાના ડરથી હવે તેઓ ફક્ત બખ્તરબંધ ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યા છે. પુતિનની આ ટ્રેન ઘણી ખાસ છે. જો કે આ ટ્રેન અનેક સુવિધાઓથી સજ્જ છે, પરંતુ તેને સામાન્ય ટ્રેન જેવી દેખાડવા માટે તેને ગ્રે અને લાલ રંગમાં રંગવામાં આવી છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે KGB સંસ્થામાં અભ્યાસ કરનાર યુરી શ્વેટ્સે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ તેમના આંતરિક વર્તુળમાં સત્તાના સંઘર્ષો વિશે વધુ પડતા ચિંતિત છે. યૂક્રેન યુદ્ધ પછી પુતિન મોટાભાગે 'સેલ્ફ આઇસોલેશન'માં રહે છે. તેમની 'રૂબરૂ' બેઠકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે. શ્વેટ્સ કહે છે કે એવું લાગે છે કે તેમને તેમના જીવનના જોખમનો ડર સતાવી રહ્યો છે. તેમની ચારે બાજુ એક 'સંઘર્ષ' ચાલી રહ્યો છે અને પુતિન આ સંઘર્ષમાં પોતાની સર્વોપરિતા સરળતાથી ગુમાવી શકે છે, તેથી જ તેમણે પોતાને બધાથી અલગ કરીને આઇસોલેટ કરી દીધા છે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.