જૂનાગઢમાં બસ કંડક્ટર પૈસા લેતો પણ ટિકિટ ન આપતો, 70 રૂપિયા માટે સસ્પેન્ડ થયો

જૂનાગઢ એસટી ડિવિઝન કંટ્રોલ અરે 10 મુસાફર ટિકિટ ન આપવા બદલ કંડક્ટરને સસ્પેન્ડ કર્યો છે. જૂનાગઢ એસટી ડિવિઝનલ કંટ્રોલર આરપી શ્રીમાળીએ જણાવ્યું હતું કે વનરાજવી વાઢેર પોરબંદર લાંબા રૂટની બસમાં કંડક્ટર તરીકે હતો ત્યારે વિસાવાળા ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું.

ચેકિંગ દરમિયાન પાલખરડાથી વિસાવડા સુધી એક મુસાફરની સાત રૂપિયાની ટિકિટ થતી હતી, પરંતુ કંડક્ટર વીવી વાઢેરે આવા 10 મુસાફર પાસે ટિકિટના સાત રૂપિયા લેખે અગાઉથી 70 રૂપિયા ઉઘરાવી લીધા હતા, પરંતુ ટિકિટ આપી ન હતી.

અપ્રમાણિકતા બદલ તેને બે એપ્રિલ 2023થી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કંડક્ટર તરીકે ફરજ પરથી સસ્પેન્ડ કરવા હુકમ કરાયો છે, સાથે વેરાવળ ડેપો મેનેજરની મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ આદેશ કરાયો છે. આ રીતે જૂનાગઢ કંટ્રોલર હેઠળ આવતા એસ.ટી વિભાગના કંડક્ટર કર્મચારી સામે મુસાફરો અને ટિકિટ ન આપી પૈસા ચાઉ કરી જવા બાબતને લઈ આકરા પગલા લઈ અને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો
Copyright (c) Khabarchhe All Rights Reserved.