
જૂનાગઢમાં માતા-પિતા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં, કેશોદના ખીરસરા ગામમાં બાળકે રમતા રમતા ભૂલથી ઝેરી દવા પીધી હતી. આથી બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, જૂનાગઢના કેશોદના ખીરસરા ગામમાં આયતબા અહમદ નામનું બાળક તેના મામાના ઘરે આવ્યું હતું. દરમિયાન રમતા રમતા તેને ભૂલથી ઝેરી દવા પીધી હતી. દવા પીધા પછી બાળકને ઉલટી થવા લાગી હતી અને તે બેભાન થયું હતું. આથી પરિવારજનો બાળકને નજીકની હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. આ મામલે સ્થાનિક પોલીસને પણ જાણ કરાઈ હતી. આથી પોલીસ ટીમનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ આદરી હતી.
આ મામલે પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બાળકના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ છે. ત્યારે બાળકોને એકલા રમતા મૂકી દેતા માતા-પિતા માટે પણ આ એક ચેતવણી સમાન ઘટના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp