અમિત જેઠવા હત્યાકાંડના મુખ્ય સાક્ષી પર હુમલો, પૂર્વ સાંસદ સામે આક્ષેપ

PC: twitter.com

ચકચારી અમિત જેઠવાના હત્યા કેસના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર આજે હું ઉનાના અહેમદપુર માંડવી નજીક મીની દીવ વિસ્તારની સાઈટ પર મોટર કારમાં આવેલા અજાણ્યા શખ્શોએ લોખંડના અને લાકડા ધોકા વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ ધર્મેન્દ્રગીરીને ઉના બાદ વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યાંથી પોલીસ રક્ષણ સાથે રાજકોટ ખસેડવામાં આવેલો છે. આ બનાવમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા shiva સોલંકીના માણસોએ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

વર્ષ 2010 માં ખાંભાના આરટીઆઇ એક્ટીવીસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઈકોર્ટ સામે ગોળી મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી હતા. ધર્મેન્દ્રગીરી ગોસ્વામી આ કેસમાં જુબાની આપવા માટે સીબીઆઇ કોર્ટમાં જાય તે પહેલા તેમના દીકરાનું દીનું બોઘાના માણસોએ અપહરણ કરી હોવાના બનાવની વિગત સીબીઆઇ કોર્ટ સમક્ષ જણાવવામાં આવી હતી, જેને લઇ કોર્ટ દ્વારા દીનું બોઘા સામે ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ બનાવને લઈ ઉના પોલીસે દીનું બોઘા સામે ગુનો દાખલ કરેલો હતો પરંતુ આજ સુધી તેની ધરપકડ કરવામાં આવતી ન હોવાથી ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને આ અંગે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેની આજે મુદત હતી આ દરમિયાન આજે ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર હુમલો થતાં તેમને તાત્કાલિક ઉનાની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાતાં તેઓને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવને લઈ કોડીનારના આઈટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાએ જૂનાગઢમાં ધર્મેન્દ્રગીરી ગોસ્વામીની સારવારને લઈ જણાવ્યું હતું કે પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને શીવા સોલંકીના માણસો દ્વારા ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર હુમલો કરવામાં આવ્યો છે અને જૂનાગઢના તબીબો પર દીનુ સોલંકી દબાણ કરી હુમલાનો ભોગ બનેલા ધર્મેન્દ્રગીરીને હોસ્પિટલમાં સારવાર ન મળે તે માટે રીફર કરવા દબાણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને વધુ સારવાર માટે જૂનાગઢથી રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp