26th January selfie contest

રાજકોટમાં મિનરલ વોટર પીતા પહેલા ધ્યાન રાખજો, મનપાએ ઠપકાર્યો લાખોનો દંડ

PC: khabarche.com

રાજકોટ શહેરમાં મિનરલ વોટરના નામે છડે ચોક વેંચાતા પાણી પણ શુદ્વ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા બિસ્વીન અને અન્ય એક કંપનીના મિનરલ વોટરના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થતાં પેઢી અને ભાગીદારોને રૂ.23 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિવેલ ઘીનો નમૂનો પણ પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મવડી મેઇન રોડ વેદવાડી શેરી નં.4માં બિસ્વીન બિવરેજીસમાંથી બિસ્વીન વિથ એડેડ મિનરલ પેકેડ્સ ડ્રિન્કીંગ વોટરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન રિપોર્ટમાં એરોબિક માઇક્રો બાયોલીક કાઉન્ટર વધુ આવવાના કારણે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો.

આ અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટર દ્વારા નમૂનો આપનાર પેઢી તથા તેના ભાગીદાર શૈલેષભાઇ ભૂત અને હસમુખભાઇ હિરજીભાઇ વાછાણીને રૂ.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અન્ય એક કંપનીમાંથી પણ મિનરલ વોટરના નમૂના લેવાયા હતા. જે પરિક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં કંપનીના માલિક અને નોમિનીને રૂ.8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગ દ્વારા મારૂતિ નંદન શેરી નં.3ના કોર્નર પર ખોડીયાર પ્રોવિઝન સ્ટોર્સમાંથી દિવેલના ઘીનો નમૂનો લેવાયો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવી હોવાનું ખૂલતા પેઢીના માલિક કૃણાલભાઇ વઘાશીયાને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp