સાળંગપુરમાં હનુમાનજીની મૂર્તિ પર જાણો શું કહ્યું મોરારી બાપુએ

સાળંગપુરમાં પ્રતિમાને લઈને વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં હનુમાનદાદાને સ્વામિનારાયણના સંતોને નમન કરતા દર્શાવાયા છે. હિન્દુ સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે અને મૂર્તિ હટાવવાની માગ કરી રહ્યા છે, ત્યારે મોરારી બાપુએ પણ આને લઈને પોતાનું નિવેદન આપ્યું છે.

મોરારી બાપુએ કહ્યું હતું કે, હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જાગૃત થવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, અમારા સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ હનુમાનજીની સુંદર અને મોટી મૂર્તિ છે. ઉપર હનુમાનજીની મૂર્તિ પણ નીચે હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા અને સેવા કરતા દર્શાવામાં આવ્યા છે. આ બધો હીન ધર્મ છે. તમે વિચારો સમાજને જાગૃત થવાની બહુ જરૂર છે. લોકો મને કહે છે  બાપુ તમે કંઈ બોલો. પણ હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ ના બોલ્યા, હવે તમે બોલો.

સાળંગપુરમાં બજરંગબલી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારાવવામાં આવ્યા છે, જેમાં ભગવાન સ્વામીનારાયણ ઊભા છે અને બજરંગબલી તેમને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે. આ શિલ્પમાં ભગવાન સ્વામીનારાયણને બજરંગબલી પ્રણામ કરતા હોય તેવા ચિત્ર બતાવાતા હિન્દુ સંગઠનો આક્રમક મૂડમાં છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા માગ કરી છે. આ ગરમાયેલા મુદ્દાને થાળે પાડવા સ્વામિનારાયણ ટ્રસ્ટની મીટિંગ મળવાની હતી પણ તે અંતિમ સમયે રદ્દ કરવામાં આવી હતી.

સાળંગપુર બજરંગબલી મંદિરે કંડારવામાં આવેલા કેટલાક ભીંત ચિત્રો મૂળ ધાર્મિક વાતોથી વિરુદ્વ દર્શાવવા મામલે કેટલાક લોકો તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી નિંદા કરી વિરોધ શરૂ કરાતા વિવાદનું વાવેતર થયું છે. સાળંગપુર હનુમાન મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પછીના મેદાનમાં 54 ફૂટ ઊંચાઈની હનુમાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાના ફાઉન્ડેશનની આસપાસ ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારવામાં આવી છે.

આ પ્રતિમાઓમાં બજરંગબલીને સહજાનંદ સ્વામીના દાસ તરીકે કંડારવામાં આવ્યા હોવાનું તેમજ બજરંગબલી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. એ સિવાય અન્ય એક ભીંત ચિત્રમાં એક આસન પર બેઠા હોય તેમ નજરે પડી રહ્યું છે, જ્યારે બજરંગબલી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાક દર્શનાર્થીઓએ આ શિલ્પચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ વિવાદ વકર્યો છે.

આ મામલો સામે આવ્યા બાદ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રોને લઇને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો છે. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માગ કરવામાં આવી છે. સંગઠનોના અધ્યક્ષ રાજભા ગઢવીએ આ મામલે જણાવ્યું કે, ‘આ સનાતન સંસ્કૃતિનું અપમાન છે, સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રકારની ભૂલો વારંવાર કરે છે. આવનાર પેઢી એમ જ માનશે કે બજરંગબલી મહારાજ ભગવાન રામના નહીં, પણ કોઈ એક સંપ્રદાયના સ્વામીના ભક્ત હતા. તેમ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી વિવાદ વકર્યો છે.’

બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પ્રમુખ સતુભાઈ ધાધલે પણ સમગ્ર ઘટના દુઃખદ હોવાનું તથા કોઠારી સ્વામીનો સંપર્ક કરતા વડતાલમાં મીટિંગ કરી યોગ્ય સમાધાન લવાશે તેમ બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે જણાવ્યું હતું. હિન્દુ સંગઠનોએ આ ચિત્રો હટાવવાની સખત માગ કરી છે. આ મામલે મોરારીબાપુએ પણ નિવેદન આપ્યું છે કે, આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરે  છે. અમારા સૌરાષ્ટ્રમાં બજરંગબલીની એટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં બજરંગબલી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, તેમની સેવા કરતા દેખાય છે. હવે સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂરિયાત છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું નહોતું. હવે તમે બોલો.

સ્વામીને હાથ જોડી બજરંગબલી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા યોગ્ય નથી. આ ઘટનાને નિંદનીય ગણાવી આ પ્રકારની જે મૂર્તિઓ છે હટાવી લેવા બાપુએ માગ કરી છે. બજરંગબલી તો ભગવાન રામના અનુયાયી છે એવા પ્રકારની મૂર્તિ ન મૂકવી જોઈએ તેવી માગ કરી હતી. ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના હિતમાં સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ અનુયાયીઓ અને યુવા પેઢીના હિતમાં યોગ્ય પ્રતિમા મૂકવા જણાવ્યું હતું. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને લોકોને મૂર્તિઓ અને ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ અને આવા વિવાદમાં ન પડવું જોઈએ.

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવા કાર્યો કર્યાં છે અને પછી વિવાદ થયા બાદ માફી માગી લેતા હોય છે. સ્વામીનારાયણ સંપ્રદાય વિવાદની જગ્યાએ સમાજનું ઉત્થાન થાય તેવું કામ કરવા સૂચન કર્યું. વિવાદિત ભીંતચિત્રો હટાવી યોગ્ય તકતીઓ લગાવવા માગ કરી હતી. બજરંગબલી સ્વામીનારાયણના સંતોને નમન કરતા હોય તેવી પ્લેટની તસવીરો સામે આવતા સંતો અને સનાતન પ્રેમીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

બોટાદ સાળંગપુર બજરંગબલી પ્રતિમાનો વિવાદ ભાવનગર સુધી પહોંચ્યો છે. આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિ દ્વારા સિહોર તાલુકા પોલીસ મથકમાં પગલા લેવા અરજી કરવામાં આવી છે. મંદિરના સ્વામીઓ સામે ફરિયાદ નોંધવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાને હાથ જોડીને બજરંગબલીના ભીંતચિત્રોના વીડિયો-ફોટા વાયરલ થતા સમગ્ર વિવાદ સર્જાયો છે. સનાતન ધર્મસેવા સમિતિ દ્વારા અરજીની સાથે 33 દસ્તાવેજી પુરવા સાથે અરજી કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.