ચોટીલા-સાયલા વચ્ચે કાર પર ડમ્પર પડતા કારમાં સવાર સસરા-જમાઈના મોત

PC: twitter.com

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે આજે એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડતા કારમાં સવાર સસરા-જમાઈનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર પર વિશાળ ડમ્પર પડતાં કારનું પડીકું વળી ગયું હતું. ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતા રાજકોટ-અમદાવાદ હાઈવે પર જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે સવારના સમયે ચોટીલા અને સાયલા વચ્ચે આવેલા વણકી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પલટી ખાઈને પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર ચાર લોકોમાંથી સસરા-જમાઈનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જામનગરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. ત્યારે વણકી ગામના પાટિયા પાસે કાર પહોંચતા ડમ્પર તેના પર પલટી ખાઈને પડ્યું હતું. કારમાં સવાર બે લોકોનાં મોત નીપજ્યાં હતાં.

કારમાં ફસાયેલા એક મહિલા અને એક બાળકને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બંનેને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ચોટીલા-સાયલા હાઇવે પર અકસ્માતની આ ગોઝારી ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા. હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતના પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ચોટીલા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ટ્રાફિક પુન: ચાલુ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ ચોટીલા પીએસઆઇ ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp