- Kutchh
- સૌને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છેઃ મંત્રી કુંવરજી બાવળીયા
સૌને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છેઃ મંત્રી કુંવરજી બાવળીયા
પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજરોજ કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે રૂ. 126 કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલી મહુવેજ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ઈન્ટેકવેલના કામની મુલાકાત લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સૌને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. રાજય સરકાર આગામી દાયકાઓની વસ્તીને પાણીની જરૂરીયાતને ધ્યાને લઈને યોજનાઓ તૈયાર કરી રહી છે.

તાપી નદીમાંથી મહુવેજ જુથ પાણી પુરવઠા હેઠળ 35 MLD પાણીની ક્ષમતા ધરાવતી યોજના સાકારિત થઇ રહી છે. જેનાથી માંગરોળ, માંડવી અને ઓલપાડના 20 ગામોને 11 MLD પાણી રો-વોટર તથા માંગરોળ તાલુકાના 15 ગામોને 24 MLD ફિલ્ટર પાણી આપવામાં આવશે. જે માટે ધામડોદ ખાતે પ્લાન્ટનુ કાર્ય પ્રગતિ હેઠળ છે. આ મહુવેજ યોજનાનુ 78 ટકા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર-2023ના અંતિત સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આમ આ યોજનાથકી 1.68 લાખની વસ્તીને પીવાના પાણીની મળી રહેશે. આ અવસરે પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર જતીન પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સાવલીયા, સરપંચ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

