ગુજરાતમાં મોસમનો કુલ 69 ટકા વરસાદ પડી ગયો, સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં

PC: khabarchhe.com

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 24 જુલાઇ 2023ના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ 4.72 ઇંચ એટલે કે, 118 મિ.મી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં 94 મિ.મી અને લોધિકા તાલુકામાં 82 મિ.મી., જામનગરના લાલપુરમાં 84 મિ.મી., અમરેલીના બાબરામાં 83 મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 81 મિ.મી. કચ્છના ગાંધીધામમાં 79 મિ.મી. અને સુરત શહેરમાં 75 મિ.મી. વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 74 મિ.મી. ભાવનગરના શિહોરમાં 71 મિ.મી., સુસ્તના ઉમરપાડામાં 70 મિ.મી., ગીર સોમનાથના વેરાવળમાં અને બોટાદના ગઢડામાં 68 મિ.મી., તાપીના ડોલવણમાં 63 મિ.મી., વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં 61 મિ.મી., કચ્છના અંજાર અને મહેસાણાના સતલાસણામાં 60 મિ.મી., નર્મદાના નાંદોદમાં 56 મિ.મી. ગીર સોમનાથના સુત્રાપાડામા અને સાબરકાંઠાના ઇડરમાં 55 મિ.મી.. ભાવનગરના ઉંમરાળામાં 54 મિ.મી., રાજકોટમાં 51 મિ.મી., અને ભરૂચમાં 50 મિ.મી. એમ મળી કુલ 16 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.97 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 129.98 ટકા, સૌરાષ્ટ્રમાં 102.96 ટકા ઉત્તર ગુજરાતમાં 59.82 ટકા, દક્ષિણ ગુજરાતમાં 56.04 ટકા, પૂર્વ ગુજરાતમાં 53.56 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp