26th January selfie contest

તમે પણ વાડીલાલ આઈસ્ક્રીમના શોખીન છો તો થઈ જાવ સાવધાન

PC: twitter.com\

વાડીલાલના આઈસ્ક્રીમ અને ઝાયડ્સના ફેટ સ્પ્રેડની ગુણવતામાં લોલમલોલ સામે આવી છે. જેથી અધિક કલેકટર કેતન ઠક્કરે ધોકો પછાડીને ઉત્પાદકથી લઈને વિક્રેતાઓ સુધીના સામે કાર્યવાહી હાથ ધરી રૂ. 17 લાખનો દંડ ફટકાર્યો છે. રાજકોટ નિવાસી અધિક કલેક્ટર અને એજ્યુડિકેટિંગ ઓફિસર કેતન ઠક્કરે આઈસક્રીમ બનાવતી જાણીતી કંપની વાડીલાલ અને બટર જેવું ફેટસ્પ્રેડ બનાવતી ન્યુટ્રાલાઈટ બ્રાન્ડ બનાવતી ઝાયડસ વેલનેશ લિમિટેડ અને તેના રિટેલર અને સપ્લાયરને 17.35 લાખના દંડનો હુકમ કર્યો છે.

રાજકોટમાં મરાસા હોસ્પિટાલિટીમાંથી ન્યુટ્રાલાઈટ પ્રોફેશનલ ક્રિમિલિસિયસ મિક્સ ફેટ સ્પ્રેડનો નમૂનો લેવાયો હતો. જેના રિપોર્ટમાં એસિડિક વેલ્યૂ વધારે જોવા મળી હતી. આ વેલ્યૂ વધારે થવાથી ખાદ્ય પદાર્થની ગુણવત્તા ઘટી જાય છે અને બગડી પણ જાય છે. આ કારણે ફૂડ એનાલિસ્ટે નમૂનાને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યો હતો. જેને લઈને અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં ન્યુટ્રાલાઈટ બ્રાન્ડના બટર બનાવતી કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને 5 લાખ તેમજ તેના ડિસ્ટ્રિબ્યૂટરથી માંડી રિટેલર સુધીના દંડ ફટકારી કુલ 11.50 લાખના દંડનો આદેશ કર્યો છે.

આ સાથે ધોરાજીમાં કાવેરી નામની પેઢીમાંથી વાડીલાલ બદામ કાર્નિવલ આઈસક્રીમ પેકના નમૂના લેવાયા હતા. જેના રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ 4 જ આવ્યું હતું. આઈસક્રીમ તરીકે વેચાતા કોઇપણ ખાદ્ય પદાર્થમાં ઓછામાં ઓછું 10 ફેટ હોવુ જરૂરી છે તેના કરતા ઓછા ફેટ હોય તો લેબલ પર મિડિયમ ફેટ અથવા તો લો ફેટ આઈસક્રીમ લખવું ફરજિયાત છે. તેમ ન કરીને નિર્ધારિત વેલ્યૂ કરતા ઓછા ફેટ વાપરીને ઉત્પાદન આઈસક્રીમ તરીકે વેચાતા ઉત્પાદક વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 5 લાખનો દંડ કરાયો છે તેમજ તેના ડિસ્ટ્રિબ્યૂટર અને રિટેલરને પણ આવી કુલ 5.85 લાખનો દંડ ફટકારાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp