કેશોદમાં મુખ્યમંત્રીએ ટકોર કરી- સારી કવોલિટીના રોડ બને તેનું ધ્યાન રાખો

PC: khabarchhe.com

જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લાના સંગઠનની બેઠકોનો દોર શરૂ કર્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ સરકારની વિવિધ પેન્ડિંગ યોજનાઓ સત્વરે પૂર્ણ કરવા અને ખાસ કરીને રોડ રસ્તાના કામોની ક્વોલિટી સારી રહે તે માટે સ્થાનિક કાર્યકર્તાઓથી માંડીને અધિકારીઓ ધ્યાન આપે તેવી ટકોર કરી હતી.

મુખ્યમંત્રી દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં સંગઠનની બેઠકોનો દોર શરૂ કર્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ જુનાગઢ જિલ્લાની બેઠક માટે કેશોદની પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેશોદમાં જિલ્લા સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી અને આગામી દિવસોમાં પેન્ડિંગ યોજનાઓ સત્વરે પૂર્ણ કરવા તંત્રને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ અને પોરબંદર જિલ્લો પાંચ લાખથી વધુ મતે જીતે તે માટે અત્યારથી કામે લાગી જવા માટે ટકોર કરતા પૂરતું માર્ગદર્શન આપ્યું હતું.

સાથોસાથ રોડ રસ્તાની કામગીરી જે એજન્સી કે તંત્ર કરતું હોય તેવા સમયે નાનામાં નાના કાર્યકર્તાથી લઈને અધિકારીઓ પૂરતું ધ્યાન આપે અને આજે બનાવેલા રોડ એક વર્ષમાં ન ટુટે અને રોડની કવોલિટી સારી થાય તે માટે વહીવટી તંત્રને પણ ટકોર કરી ધ્યાન આપવા જણાવ્યું હતું. સરકારની મોટી સિંચાઈ યોજનાઓ જેટીબંદરની યોજનાઓમાં કામો પેન્ડિંગ હોય તેવા કામોને સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ અંગે મુખ્યમંત્રીએ સ્થાનિક આગેવાનો સાથે સીધી વાતચીત કરીને માર્ગદર્શન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp