હવે સૌરાષ્ટ્રના સિંહ જમ્મુમાં પણ ગર્જના કરશે
હવે ગીરના સિંહની ગર્જના જમ્મુમાં પણ સંભળાશે. એશિયન સિંહના નર માદાનું એક કપલ 8 નવેમ્બરના રોજ જમ્મુના જમ્બૂ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યું છે. આ સિંહના જોડાની ઉંમર 3.7 અને 2.7 વર્ષ છે. વન્યજીવ પ્રોટેક્શન વિભાગે જણાવ્યું હતું કે, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના નિર્દેશ પર સિંહના આ જોડાને લાવવામાં આવ્યું છે.
ગુજરાતથી લાવવામાં આવેલા એશિયન સિંહનું જોડું એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. હાલમાં એશિયન સિંહની જંગલની વસ્તી ફક્ત ગુજરાત રાજ્ય પૂરતી સીમિત છે, જ્યાંથી જમ્મુના જમ્બૂ પ્રાણી સંગ્રહાલયને આ જોડી આપવામાં આવી છે. સિંહની આ જોડીને માપદંડ અનુસાર 5500 સ્ક્વેર મીટરથી વધુની જગ્યાવાળા એક સિંહ માટેની જગ્યામાં રાખવામાં આવશે, જેમાં હીટિંગ અને વેન્ટિલેશનની પણ સુવિધા હશે. તેઓ એક અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇનમાં રહેશે, પછી સાર્વજનિક પ્રદર્શન માટે છોડવામાં આવશે.
A pair of #AsiaticLions is set to arrive at #JambuZoo on November 8, following the directive of LG Manoj Sinha. These endangered Asiatic lions to enrich #JambuZoo, provided dedicated enclosure per CZA norms.@wildlifejk#Wildlife #WildlifeConservation #GujaratLions #ZooLife pic.twitter.com/2lnrlck2L4
— Kashmir Scan (@KashmirScan) November 7, 2023
રિપોર્ટ્સ મુજબ સિંહની આ જોડીને જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવી છે. સિંહ સિવાય જમ્બૂ પ્રાણી સંગ્રહાલયમાં ઘડિયાલ, મગર, શાહુડી, ઇમુ, રોયલ બંગાળ ટાઇગર અને કાળિયાર લાવવાની પણ પ્રોસેસ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp