પાલિકા કમિશ્નર, કલેક્ટર સહિતના મોટા મોટા અધિકારીઓએ TRP ઝોનનો લ્હાવો માણ્યો છે

PC: twitter.com

રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં 32 લોકોના જીવતા ભૂંજાઇ ગયા છે અને હવે આ ઘટનામાં અનેક વાતો બહાર આવી રહી છે. પાલિકા કમિશ્નર, પૂર્વ કલેક્ટર, SP સહિતના મોટા મોટા અધિકારીઓ આ ગેમ ઝોનનો લ્હાવો માણી ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ખુલ્લા પાર્ટી પ્લોટમાં 3 માળનો ગેમિંગ ઝોન મંજૂરી વગર ઉભો કરી દેવામાં આવ્યો હતો. આ ગેમ ઝોનમાં અધિકારીઓએ મુલાકાત લીધી હોય તેવી 2 વર્ષ જૂની તસ્વીર સામે આવી છે. જેમાં રાજકોટના તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તત્કાલીન SP બલરામ મીણા, રાજકોટ પાલિકા કમિશ્નર અમિત અરોરા, DCP ઝોન-1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓએ TRP ગેમ ઝોનની મજા માણી હતી. ગેમ ઝોનના સંચાલકોએ અધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત પણ કર્યું હતું.

આ તસ્વીર જોઇને લોકોના મનમાં સવાલ છે કે શું આ જવાબદાર અધિકારીઓના મનમાં સવાલ ન આવ્યો કે આ ગેમ ઝોનને મંજૂરી મળી છે કે નહીં તે તપાસી લઇએ.જ્યારે તત્કાલીન કલેકટર અરૂણ મહેશ બાબુને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે,DCP એ બોલાવ્યા હતા એટલે એક પેરન્ટસ તરીકે ગયા હતા. મંજૂરી આપવામાં કલેક્ટર વિભાગનો કોઇ રોલ હોતો નથી. અમારે TRP સાથે કોઇ લેવા-દેવા નથી.

તત્કાલીન SP બલરામ મીણાએ કહ્યું હતું કે, તમે કોઇ હોટલમાં જાવ તો બધી વસ્તુ ચેક કરો છો? કોઇ પ્રસંગમાં ગયા હોય તો કોઇ બધી પુછપરછ થોડી કરે. પોલીસ અધિકારી તરીકે અનેક લોકોને મળવાનું થતું હોય છે.

ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, મંજૂરી આપવાની જવાબદારી રાજકોટ પાલિકાની છે અને પાલિકાએ સજાગતા રાખી નથી. વાળાએ કહ્યુ કે તંત્રની મીઠી નજરને કારણે આવા ગેરકાયદે ગેમ ઝોન ચાલતા હોય છે.

2 વર્ષ પહેલાંની તસ્વીરમાં પાલિકા કમિશ્નર અમિત અરોરા ગેમ ઝોનની મુલાકાત લઇ ચૂક્યા છે તો તેમણે તપાસ ન કરી કે મંજૂરી છે કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp