‘હનુમાનજીએ સ્વામીનારાયણ ભગવાનની સેવા કરેલી’કહેનાર નૌતમ સ્વામીની અહિ થઈ હકાલપટ્ટી

સાળગંપુર મંદિરના વિવાદમાં બળતામાં ઘી હોમનારા નૌતમ સ્વામી પર સાધુ સંતો નારાજ થયા છે અને નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. આ નિર્ણય અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયો છે. અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારીની લખનૌમાં મળેલી બેઠકમાં સ્વામીનારાયણ સંત નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના પદ પરથી હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નૌતમ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, સ્વામીનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. તેમણે આગળ કહ્યુ કે, ભગવાનના જેટલા પણ અવતાર થયા ભગવાન શ્રીરામ, ભગવાન  કૃષ્ણ નારાયણ, સ્વામી નારાયણ પણ ભગવાન જ છે. સ્વામીનારાયણ ભગવાનની પણ હનુમાનજીએ સેવા કરેલી છે.

એ વિશે સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જાહેર છે. તેમણે કહ્યું કે નાના મોટો પ્રશ્નો હોય તો તેની યોગ્ય ફોરમ પર વાત કરી શકાય. કેટલાંક લોકો કોર્ટમાં ગયા છે અને કોર્ટ જવાબ આપશે. નાના-મોટા લોકોએ જવાબ આપવાની જરૂર નથી. સાળંગપુરમાં હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમા છે એ ગૌરવની બાબત છે. કોઇ પણ સ્વામીનારાયણ મંદિર એવું ન હોય જેમા હનુમાન મહારાજ અને વિધ્નહર્તા દેવ હાજર ન હોય.

હનુમાનજી અપમાન સામે સાધુ સંતો ધુંઆપુઆ,સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર,મંદિરે...

સાળંગપુર મંદિરના ભીંતચિત્રમાં હનુમાનજીનું અપમાન થયું હોવાનો વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે ગુજરાતના સાધુ સંતો પણ ધૂંઆપુઆ થયા છે અને અમદાવાદમાં મળેલી સનાતન ધર્મના સંતોની બેઠકમાં કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સાધુ સંતોએ નક્કી કર્યું કે સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણના સંતો સાથે નહીં બેસશે. ઉપરાંત આગળની રણનીતિ નક્કી કરવા માટે 5 સપ્ટેમ્બર, મંગળવારે દેશભરના સાધુ સંતો લિમડીમાં ભેગા થવાના છે.

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામીનારાયણની સામે પ્રણામ કરતા હોય તે રીતે ચિત્ર બનાવવાનો વિવાદ વણસેલો છે. આ બાબતે સાણંદ હાઇવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી.

આ બેઠકમાં સાધુ-સંતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સ્વામીનારાયણ મંદિરે જઇશું નહીં. સ્વામીનારાયણ સંતો સાથે સ્ટેજ શેર કરવામાં નહીં આવે. સ્વામીનારાયણ સંતોનો બષિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ડો. જ્યોતિરનાથ મહારાજે કહ્યુ કે, જે રીતે સ્વામીનારાયણના સાહિત્યમાં વારંવાર ભગવાનનું અપમાન કરવામાં આવે છે તેનો વિરોધ છે.સ્વામીનારાયણના કોઇ કાર્યક્રમમાં નહીં જવા અને બહિષ્કાર કરવા અમે અમારા અનુયાયીઓને સમજાવીશું.

તો રોકડીયા બાપુએ કહ્યું કે સ્વામીનારાયણના સંતો પોતાના ગુરુના નથી થયા તો પછી બીજાના કેવી રીતે થશે? સંત મોહક ગંગાદાસે કહ્યુ કે સરકાર આ બાબતે કડક પગલા લે તેવી અમે વિનંતી કરીશું. હનુમાનજી અમારા ભગવાન છે. તમે તેમને ગમે ત્યાં બેસાડી દો તે હવે નહીં ચાલે. મહિને મહિને તમે કઇંકને કઇંક બહાર લાવો છો. અમે શાસ્ત્રને કોર્ટમાં રજૂ કરીશું. તમામ સાધુ સંતો એક થાય. ધર્મ ખતરામાં હોય ત્યારે હથિયાર ઉઠાવવું પડે. હવે સ્વામીનારાયણનું તિલક નહીં લગાવાવમાં આવે.

ગિરનારના સાધ્વી ગીતા દીદીએ કહ્યુ કે અમારા હનુમાન શક્તિશાળી છે અને બધા સનાતનીઓમાં હનુમાન વસે છે એટલે લોકો સાળંગપુર આવે છે.

સાધુ સંતોની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 5 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના લિમડીમાં દેશભરના સાધુ સંતો ભેગા થશે અને આગળની રણનીતિ પર ચર્ચા થશે.

અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતા, મહામંડલેશ્વર કલ્યાણ નંદ ભારતી બાપુ, સરખેજના રૂષિ ભારતી બાપુ,જૂનાગઢના મહેન્દ્રગિરી બાપુ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ, પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ અને હર્ષદ ભારતી બાપુ સહિતના સાધુ સંતો હાજર રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.