બિપરજોય વાવાઝોડાથી મોરબી જિલ્લામાં કોઈ જાનહાની થઈ નથીઃ મંત્રી કનુ દેસાઈ

PC: khabarchhe.com

સરકારે પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પર કચ્છ પર બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હતો. હાલ વાવાઝોડું કોઈ નુકસાન વિના પસાર થઈ ગયું છે, પરંતુ તેની અસર મોરબી જિલ્લામાં વર્તાઈ રહી છે.આ બાબતે વાત કરતા નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, જે રીતે મોરબી જિલ્લામાં વાવાઝોડાનો ભય સતાવી રહ્યો હતો, જ્યારે વાવાઝોડું લેન્ડ ફોલ થયું ત્યારે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા જે આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર ગુજરાતમાં અને મોરબી સહિતના જે મુખ્ય સાત જિલ્લા વધુ સંભવિત અસરગ્રસ્ત હતા ત્યાં કોઈ જાનહાની થઈ નથી. પરિણામે માનવ મૃત્યુ ન થાય તે માટેના સરકારના પ્રયાસોને સફળતા મળી છે. જ્યાં વધુ અસર થઈ હતી તેવા વિસ્તારોમાં ચોક્કસ સમય માટે વીજ પુરવઠો પણ બંધ રાખવામાં આવ્યો હતો જેથી કોઈ શોર્ટ સર્કિટ કે જાનમાલને નુકસાનની ઘટનાઓ પણ બની નથી.

મોરબી જિલ્લામાં ઓછામાં ઓછી નુકસાની થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જે ત્રિસ્તરીય વ્યવસ્થા કરી હતી તે સફળ થઈ છે. અમુક જગ્યાએ જ્યાં વધારે પવનના કારણે વીજપોલ ધરાશયી થયા છે ત્યાં ત્વરિત ધોરણે સમારકામની કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે આપણી પાસે વીજપોલ, ટ્રાન્સફોર્મર કે લાઇન વગેરે જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. તમામ જગ્યાઓએ જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, અનેક ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળી કામગીરી કરી છે અને હજી કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે.

મોરબી જિલ્લાની મારી પાસેની જવાબદારીના ભાગરૂપે મોરબી જિલ્લા પ્રભારી મનિષા ચંદ્રા, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના કારણે આજ સુધી કોઈપણ કામગીરી પેન્ડિંગ નથી અને પાણી વીજ પુરવઠો વગેરેના પુરતા સપ્લાયની સાથે વાહન વ્યવહાર માટેના રસ્તાઓ પણ ખુલ્લા છે જે માટે હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. ઉપરાંત આ તમામ કામગીરીમાં પૂરતો સહકાર આપવા માટે જિલ્લાના પત્રકાર મિત્રોનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ વિભાગની કામગીરીને બિરદાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp