- Kutchh
- શિવરાત્રિના અવસરે મુકેશ અંબાણી દીકરા આકાશ સાથે સોમનાથ દાદાના દર્શને આવ્યા, Video
શિવરાત્રિના અવસરે મુકેશ અંબાણી દીકરા આકાશ સાથે સોમનાથ દાદાના દર્શને આવ્યા, Video
શિવરાત્રિના પાવન પર્વ પર મુકેશ અંબાણી સોમનાથ દર્શન માટે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીનાઆગમન પહેલા જ મંદિરના પરિસરમાં એક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

દેશ અને વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શિવરાત્રીના તહેવાર પર ગીર સોમનાથની મુલાકાત લીધી હતી જ્યાં મહાદેવજીના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. અંબાણી પરિવારના સભ્યો અવાર નવાર સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હોય છે.

આજે શિવરાત્રિ હોવાથી વિશેષરુપે સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો દેશના વિવિધ ખૂણેથી દર્શન માટે પહોંચી રહ્યા છે. સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રુપાણી સોમનાથ દાદાના દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે બપોરે શનિવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દર્શન માટે પ પહોંચ્યા હતા. મુકેશ અંબાણી શિવરાત્રીના પ્રસંગે સોમનાથ મહાદેવના વિશેષ દર્શન અને ઉપાસના માટે આવતા હોય છે. ગત વખતે પણ તેઓ સોમનાથ આવ્યા હતા. તેમનો પુત્ર આકાશ અંબાણી પણ તેની સાથે દાદાના દર્શન માટે આવ્યો હતો.
ગીર સોમનાથ:
— DD News Gujarati (@DDNewsGujarati) February 18, 2023
➡️રિલાયન્સના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી સાથે દાદા સોમનાથના દર્શને પહોંચ્યા
➡️સિક્યોરિટી ગાર્ડના ઘેરા વચ્ચે પહોંચ્યા સોમનાથ
➡️મુકેશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને અભિષેક કરશે#Somnath #ambani pic.twitter.com/LOSAIHEsra
આજે સાંજે સોમનાથ ખાતે બિલ્વપૂજામાં પણ મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો હતો. ખાસ કરીને આજના દિવસે વિશેષ મહત્વ ભગવાન મહાદેવનું હોય છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજે સોમનાથમાં યોજાઈ રહ્યા છે. શિવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમો થશે.

