મને બીજો કંઈ વાંધો નથી બસ માથું બહુ દુખે છે લખી 12મા ધોરણની વિદ્યાર્થિનીનો આપઘાત

PC: twitter.com\

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી ટેમ્પલ ગર્લ્સ હોસ્ટેલમાં ધો.12ની સાયન્સની વિદ્યાર્થીનીએ ઈમોશનલ સ્યૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લેતા ચકચારી મચી જવા પામી છે. મૂળ જેતપુર તાલુકાના કેરાડી ગામની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ’માથું બહુ દુખે છે, સોરી પપ્પા મને માફ કરજો’ લખી સાયન્સની વિદ્યાર્થિનીએ પરીક્ષા પૂર્વે જ જીવન ટૂંકાવતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ જેતપુર તાલુકાના કેરાડી ગામે રહેતી અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી એમ્પલ ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી દેવાંશી પરસોતમભાઈ સરવૈયા નામની 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગઇ કાલે સાંજે હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વી.એન.બોદર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. મૃતક દેવાંશી સરવૈયા રાજકોટમાં હોસ્ટેલમાં રહીને ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. ગઇ કાલે સાંજે તેણીએ ઈમોશનલ સ્યૂસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી મૃતદેહ PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસે યુવતીના આપઘાત અંગે હોસ્ટેલના સંચાલકોની પણ પૂછપરછ કરી હતી અને પોલીસે વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું સચોટ કારણ જાણવા માટે પણ તપાસ હાથધરી છે. ગામડે રહેતા પરિવારને દેવાંશીના આપઘાત અંગે જાણ થતાં શોકનો માહોલ છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp