
અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ ચોરીનું મસમોટુ કૌભાંડ પકડાયાના મામલે ભાજપનું જ આંતરિક રાજકા૨ણ ખળપળે તેવા એંધાણ છે. અમરેલીના ભાજપ નેતા ડો.ભ૨ત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને ટવિટ ર્ક્યુ છે અને એવો ગર્ભિત આક્ષેપ ર્ક્યો છે કે સ૨કારી કામોમાં ભાગ રાખવાની લોકપ્રતિનિધિઓની ટેવને કા૨ણે આવા કૌભાંડ થાય છે. આવા કૌભાંડમાં રાજકીય આગેવાન તથા અધિકારીઓ સામેલ હોવાનો આરોપ મુક્યો છે કોઈ નેતા-લોકપ્રતિનિધિના નામ લખ્યા નથી પ૨ંતુ ઈશારો ગર્ભિત હોવાથી સ્થાનિક રાજકા૨ણમાં પડઘા પડવાની આશંકા વ્યક્ત ક૨વામાં આવી ૨હી છે.
અમરેલી જિલ્લામાંથી મસમોટા રેતીચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે આજે બપોરે 12 વાગ્યે પીએમ મોદીને ટેગ કરી એક ટ્વીટ કર્યું હતું. જેમાં ભાક્ષી ગામ પાસેથી ઝડપાયેલા રેતીચોરીના કૌભાંડને જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું અને સાથે લખ્યું હતું કે,સરકારી કામોમાં ભાગો રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા.
અમરેલી ભાજપના નેતા પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી સમયાંતરે વિવિધ વિષયો પર ટ્વીટ કરતા રહે છે જે ચર્ચામાં પણ રહેતા હોય છે. ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ધોવાઈ જતા રસ્તાઓને લઈ લેભાગુ કોન્ટ્રાક્ટરો, કટકીબાજ અધિકારીઓ અને ભ્રષ્ટ લોકસેવકોની ટોળકીને ટુકડે ટુકડે ગેંગ ગણાવી હતી. આ ઉપરાંત ન્યાયતંત્ર, ઈ-કોમર્સ કંપની, બિસ્માર રસ્તા, ગટરના પ્રશ્નો જેવા મુદ્દે આગવા અંદાજમાં કરેલા ટ્વીટ ચર્ચામાં રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp