કારની ખરીદી પર 48 ટકા ટેક્સ, યૂઝરે નાણા મંત્રીને લખ્યું ક્યાં સુધી લૂંટ ચલાવશો?

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરી દીધું છે એ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જબરદસ્ત વાયરલ થઇ હતી, જેમાં નાણા મત્રીને સવાલ પુછવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર વેંકટેશ અલ્લા નામના યૂઝરે એક રિસીપ્ટ પોસ્ટ કરી છે અને લખ્યું છે કે XUV કારની કિંમત 14, 58 783 રૂપિયા છે અને તેની સામે સ્ટેટ GST, સેન્ટ્રલ GST અને GST સરચાર્જ સહિત કુલ 7 લાખ રૂપિયા ટેક્સ લાગે છે. મતલબ કે 49 ટકા ટેક્સ કાર પર લાગે છે અને કારની કિંમત 21 લાખ 59,000 થઇ ગઇ છે.
અલ્લાએ લખ્યું કે કાર ખરીદવા પર 48 ટકા ટેક્સ અને એ પહેલા 31.2 ટકા ઇન્કમટેક્સ તો અલગથ ચૂકવ્યો છે. આ શું છે, શું આ ખુલ્લેઆમ લૂંટની કોઇ સીમા નથી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp