શું ખાસ છે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં જેની બધે થઈ રહી છે ચર્ચા, જાણી લો કિંમત પણ

દેશની અગ્રણી ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક અલ્ટ્રાવાયોલેટે સ્થાનિક બજારમાં તેના વાહન પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે અને ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે. કંપનીએ આજે ​​એક ઇવેન્ટ દરમિયાન તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર અલ્ટ્રાવાયોલેટ ટેસેરેક્ટ સત્તાવાર રીતે વેચાણ માટે લોન્ચ કર્યું છે. અત્યાર સુધી તે હેવી ઇલેક્ટ્રિક બાઇક માટે જાણીતું અલ્ટ્રાવાયોલેટનું આ પહેલું સ્કૂટર ખૂબ જ આકર્ષક છે.

નવું અલ્ટ્રાવાયોલેટ ટેસેરેક્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર 1.45 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, ભારત)માં લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ પહેલા 10,000 ગ્રાહકો પાસે આ સ્કૂટર ખૂબ જ ઓછી કિંમતે ખરીદવાની એક સારી તક છે. પહેલા 10,000 સ્કૂટર માટે, કંપનીએ તેની કિંમત ફક્ત 1.20 લાખ રૂપિયા નક્કી કરી છે. આ સ્કૂટરમાં ઘણી શાનદાર સુવિધાઓ આપવામાં આવી છે. તેની ડિલિવરી 2026ના પહેલા ક્વાર્ટરમાં શરૂ થશે.

Ultraviolette Tesseract
english.mathrubhumi.com

ટેસેરેક્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર ત્રણ કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ડેઝર્ટ સેન્ડ, સ્ટીલ્થ બ્લેક અને સોનિક પિંકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્કૂટર સાથે ઘણી બધી એસેસરીઝ પણ ઉપલબ્ધ છે જે તેના સ્પોર્ટી દેખાવ અને ઉપયોગિતાને વધુ સુધારવામાં મદદ કરે છે.

જોકે, અલ્ટ્રાવાયોલેટે ટેસેરેક્ટ સ્કૂટરમાં આપવામાં આવેલી બેટરીની ક્ષમતા જાહેર કરી નથી. પરંતુ કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર એક જ ચાર્જમાં 261 Kmની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ સ્કૂટર માત્ર 2.9 સેકન્ડમાં 0-60 Km પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ઇલેક્ટ્રિક મોટર 20.4hpની મહત્તમ શક્તિ ઉત્પન્ન કરે છે અને તેની ટોચની ગતિ 125 Km પ્રતિ કલાક છે.

અલ્ટ્રાવાયોલેટ એવો પણ દાવો કરે છે કે, આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખૂબ જ સસ્તુ છે. તેનો ચાલી રહેલ ખર્ચ ખૂબ જ ઓછો છે. કંપનીનું કહેવું છે કે 100 રૂપિયાના ચાર્જ સાથે, ટેસેરેક્ટ સ્કૂટર 500 Km સુધીની મુસાફરી કરી શકે છે. ફાસ્ટ ચાર્જરની મદદથી, તેની બેટરી 1 કલાકથી ઓછા સમયમાં 0-80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.

Ultraviolette Tesseract
economictimes.indiatimes.com

અહીં તમને જણાવી દઈએ કે, રિવર ઈન્ડી પછી, આ દેશનું બીજું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેમાં 14-ઇંચનું વ્હીલ છે. જે ખરાબ રસ્તાઓ પર પણ સરળતાથી દોડવામાં મદદ કરશે. F77 બાઇકની જેમ, તેમાં ડ્યુઅલ-ચેનલ ABS, ટ્રેક્શન કંટ્રોલ અને ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવેલા છે. તેમાં 34 લિટરની બુટ સ્પેસ પણ છે, જેના માટે કંપનીનો દાવો છે કે, તમે તેની અંદર ફુલ-ફેસ હેલ્મેટ ફીટ કરી શકો છો.

ટેકનિકલ ભાગની વાત કરીએ તો, ટેસેરેક્ટમાં 7-ઇંચની મોટી ટચસ્ક્રીન TFT ડિસ્પ્લે અને હેપ્ટિક ફીડબેક સાથે હેન્ડલબાર આપવામાં આવેલું છે. તેમાં રડાર-સહાયિત આગળ અને પાછળના ડેશકેમ છે. જે ભારતીય બજારમાં અન્ય કોઈ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઉપલબ્ધ નથી. આ ઉપરાંત સ્માર્ટફોન માટે વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

Related Posts

Top News

વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

સુરત. તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે.યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ...
Gujarat 
વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?

ગુજરાતની રાજનીતિમાં છેલ્લાં ત્રણ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું વર્ચસ્વ રહ્યું છે. આ લાંબા સમયગાળા દરમિયાન રાજ્યના યુવા મતદારોની માનસિકતા...
Opinion 
ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?

ઇસ્કોનના કથાકારનો લવારો, દીકરીઓ વિશે હીન કક્ષાની વાત કરી

સાધુઓના એક પછી એક એવા નિવેદનો સામે આવે છે જેને કારણે વિવાદ ઉભો થાય છે. ઇસ્કોનના એક કથાકારે દીકરીઓ અને...
National 
ઇસ્કોનના કથાકારનો લવારો, દીકરીઓ વિશે હીન કક્ષાની વાત કરી

લાખોમાં પગાર તેમ છતા આ લાંચિયાઓનું પેટ નથી ભરાતું, ગુજરાતનો સરકારી અધિકારી 15 લાખની લાંચમાં પકડાયો

અમદાવાદમા આરોગ્ય અધિક સચિવ અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીનની 15 લાખ રૂપિયાની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી...
Governance 
લાખોમાં પગાર તેમ છતા આ લાંચિયાઓનું પેટ નથી ભરાતું, ગુજરાતનો સરકારી અધિકારી 15 લાખની લાંચમાં પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.