Bajaj Qute RE60: બાઇક છોડો, ખરીદો આ કાર, એવરેજ 35 કિમીથી ઉપર, કિંમત ફક્ત
ભારત જેવા દેશમાં દરેક વ્યક્તિ પોતાની પાસે કાર રાખવા માંગે છે જેથી તે પરિવાર સાથે આરામથી મુસાફરી કરી શકે. પરંતુ ક્યારેક બજેટ આડે આવે છે અને લોકોને બાઇક પર કામ કરવું પડે છે. પરંતુ અમે તમારા માટે એક એવી કાર લાવ્યા છીએ જેની કિંમત બુલેટ જેટલી જ છે. માઈલેજના મામલે પણ આ કાર અન્ય કારની સરખામણીમાં ઘણી આગળ છે. અમે Bajaj Qute (RE60) વિશે વાત કરી રહ્યા છીએ, જે દેશની સૌથી સસ્તી કાર છે. બજાજની આ કાર તમને કાળઝાળ ગરમીથી પણ બચાવશે.
બજાજની આ કાર ભારતીય મધ્યમ વર્ગ માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. તે ફોર વ્હીલર જેવી જ લાગે છે પરંતુ હકીકતમાં તે ક્વાડ્રિસાઈકલ છે. કાર અને થ્રી-વ્હીલર વચ્ચે એક નવું સેગમેન્ટ બનાવવામાં આવ્યું છે જેને ક્વાડ્રિસાઈકલ કહેવાય છે. કંપનીએ તેને ઓટો ટેક્સી તરીકે રજૂ કરી છે. Bajaj Qute (RE60)ની ખાસ વિશેષતા એ છે કે તે ભારતનું પ્રથમ ક્વાડ્રિસાઇકલ અને ઓટો-ટેક્સી છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે લોકોના પણ તેની અસર થઈ છે. પરંતુ બજાજની આ કાર માત્ર સસ્તી નથી, પરંતુ માઈલેજના મામલે પણ ઘણી આગળ છે. આ કાર પેટ્રોલ અને CNG વેરિઅન્ટ અને ત્રણ કલર ઓપ્શનમાં આવે છે. કંપની દાવો કરે છે કે Bajaj Qute (RE60) પેટ્રોલ પર 35 kmpl અને CNG પર 43km/kgની માઈલેજ આપે છે.
જો આપણે Bajaj Qute (RE60) ના એન્જિન વિશે વાત કરીએ, તેમાં 216.6cc ફોર સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન મળે છે. આ એન્જિન 13.1PS પાવર અને 18.9Nm ટોર્ક જનરેટ કરે છે. બજાજને તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. થ્રી-વ્હીલર સેગમેન્ટના યુઝર્સ માટે પણ બજાજ ક્યુટ અન્ય હાલના ઓપ્શનમાં વધુ સારી સાબિત થઈ શકે છે.
Bajaj Qute (RE60)ની એક્સ-શોરૂમ કિંમત રૂ.2.63 લાખથી શરૂ થાય છે. યુઝર્સને આ કારમાં 20.6 લીટરની ફ્યૂઅલ ટેન્ક મળે છે.
બજાજે યુઝર્સને ઓલ-વેધર પ્રોટેક્શન આપ્યું છે, એટલે કે આ કાર તમને દરેક સિઝનમાં સપોર્ટ કરશે. આ કારને શહેરના સાંકડા રસ્તાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ 4 સીટર કાર છે જેમાં ચાર લોકો સરળતાથી બેસી શકે છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp