હોન્ડાએ 80 Km રેન્જ આપતું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, આ છે કિંમત

On

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ તેની પ્રખ્યાત એક્ટિવા ઇલેક્ટ્રિક ઉપરાંત બીજું સ્કૂટર 'હોન્ડા QC1' લોન્ચ કર્યું છે. આ નવા સ્કૂટરની શરૂઆતની કિંમત 90,000 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ કંપની દ્વારા ઓફર કરાયેલ સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે એક્ટિવા ઇલેક્ટ્રિકની કિંમત 1.17 લાખ રૂપિયા કરતા લગભગ 27,000 રૂપિયા સસ્તું છે. તો ચાલો તમને બતાવી દઈએ કે, આ નવું સ્કૂટર કેવું છે.

ડિઝાઇનની દ્રષ્ટિએ, Honda QC1ને એકદમ સરળ રાખવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછી બોડી સ્ટાઇલ જોવા મળે છે. બોડી પેનલ્સ કોઈપણ પ્રકારના વિઝ્યુઅલ ગ્રાફિક્સથી શણગારવામાં નથી આવી. આ સ્કૂટરને કુલ પાંચ કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પર્લ શેલો બ્લુ, પર્લ મિસ્ટી વ્હાઇટ, પર્લ નાઇટસ્ટાર બ્લેક, પિયર સેરેનિટી બ્લુ અને મેટ ફોગી સિલ્વર મેટાલિકનો સમાવેશ થાય છે.

હોન્ડા QC1માં, કંપનીએ 1.5kWh ક્ષમતાનો ફિક્સ્ડ બેટરી પેક આપ્યો છે. જે હબ-માઉન્ટેડ BLDC ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલ છે. આ મોટર 1.8kW પાવર અને 77Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ બેટરી પેક સ્કૂટરને લગભગ 80 Kmની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. એટલું જ નહીં, આ સ્કૂટર ફક્ત 9.7 સેકન્ડમાં 0-40 Km/hની ગતિ પકડી શકે છે અને તેની ટોચની ગતિ 50 Km/h છે. હોન્ડાનું કહેવું છે કે, આ સ્કૂટરની બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં 6 કલાક અને 50 મિનિટનો સમય લાગે છે.

હોન્ડાએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 5-ઇંચનું LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપ્યું છે. આ ઉપરાંત, સંપૂર્ણપણે LED લાઇટિંગથી સજ્જ આ સ્કૂટરમાં USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં સીટ નીચે સ્ટોરેજ તરીકે 26 લિટર બૂટ સ્પેસ પણ છે. જેમાં તમે તમારી જરૂરિયાતની વસ્તુઓ રાખી શકો છો. તેમાં બે રાઇડિંગ મોડ્સ પણ આપવામાં આવ્યા છે, ઇકો અને સ્ટાન્ડર્ડ.

QC1નું કર્બ વજન ફક્ત 89.5 કિલો છે અને તે પેટ્રોલ એક્ટિવાની જેમ 130 mm (આગળ) અને 110 mm (પાછળ) ડ્રમ બ્રેક સેટઅપ સાથે આવે છે. તેમાં આગળના ભાગમાં 12-ઇંચનું વ્હીલ અને પાછળના ભાગમાં 10-ઇંચનું એલોય વ્હીલ કોમ્બિનેશન મળે છે. જોકે તેની ડિઝાઇન એક્ટિવા ઇલેક્ટ્રિક જેવી જ મળતી આવે છે, પરંતુ નજીકથી નિરીક્ષણ કરવાથી કેટલાક તફાવતો સ્પષ્ટપણે જોઈ શકાય છે.

હોન્ડાએ સમગ્ર ભારતમાં વેલિડિટી સાથે કેર પ્લસ પેકેજની પણ જાહેરાત કરી છે. તેની કિંમત 9,900 રૂપિયા છે. તે 5 વર્ષનો વાર્ષિક જાળવણી (AMC) પૂરો પાડે છે. જેમાં 3 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને 2 વર્ષની એક્સટેન્ડેડ વોરંટીનો સમાવેશ થાય છે. ગ્રાહકોએ કેર પ્લસ પેકેજ અલગથી ખરીદવું પડશે. જોકે, કંપની આ સ્કૂટર પર સ્ટાન્ડર્ડ તરીકે 3 વર્ષની વોરંટી ચોક્કસપણે આપી રહી છે.

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ આ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા તેને ફક્ત 1,000 રૂપિયામાં બુક કરી શકાય છે. શરૂઆતમાં, આ સ્કૂટર દેશના 6 શહેરોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. જેમાં દિલ્હી, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ અને ચંદીગઢનો સમાવેશ થાય છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati